રાજનીતિ : ભાજપે પાર પાડ્યું વધુ એક ઓપરેશન,કોંગ્રેસની ત્રણ વિકેટ ખેરવી

0
752

જામનગર : કોંગ્રેસમાં ફરી ભંગાણ થયું છે. કોંગ્રેસના ત્રણ પૂર્વ નગરસેવકોએ પંજો છોડી ભાજપમાં ભળી ગયા છે. જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને અન્ય બે મહિલા નગરસેવિકાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પૂર્વે તોડજોડની રાજનીતિ શરુ થઇ છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે એકબીજામાં ભળી જવાની ‘હોડ’લાગી છે.

મહાનગરપાલિકાની ચૂંટણી ચકરાવો શરુ થતા જ તોડજોડની રાજનીતિ શરુ થઇ છે….એમાય જામનગરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે હોડ લાગી હોય તેમ….એકબીજાના કાર્યકરો-નેતાઓને પોતાના પક્ષમાં લેવાની કવાયત શરુ થઇ છે….પ્રથમ કોંગ્રેસે ભાજપમાં ભળી ગયેલ મહિલા કોર્પોરેટરની વિકેટ ખેરવ્યા બાદ ભાજપે પણ વળતો પ્રહાર કરી કોંગ્રેસના પૂર્વ નગરસેવિકાને કેશરીયા કરાવ્યા હતા…..આ તોડજોડની રાજનીતિ આજે વધુ એક વખત સપાટી પર આવી….આજે ભાજપાએ કોંગ્રેસના ત્રણ પૂર્વ નગરસેવકોની વિકેટ પાડી દીધી છે….જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશ આલારીયા, પૂર્વે નગરસેવિકાઓ નિર્મલાબેન કામોઠી અને ભારતીબેન જડીયાએ આજે કોગ્રેસનો પંજો છોડી કેશરીયા કરી લીધા છે….હજુ પણ કોગ્રેસમાંથી અમુક અસંતુષ્ટો કેશરીયા કરવાની વેતરણ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે….ભાજપમાં આવેલ ત્રણેય કોંગ્રેસી કાર્યકરોને કોઈ પણ બાહેંધરી વગર પક્ષમાં જોડ્યા હોવાનો પક્ષે દાવો કર્યો છે.

NO COMMENTS