પીધેલના બહાને બે મિત્રો પાસેથી પોલીસકર્મીઓએ ૩ હજાર પડાવી લીધા, ACBમાં રાવ

0
1064

જામનગર : રાજકોટ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસ  કર્મીઓ સામે રૂપિયા દસ હજારની લાંચ માંગ્યાની એસીબીમાં અરજી કરવામાં આવી છે. ગઈ કાલે જ બે યુવાનોને આંતરી લઇ કેફી પીણા પીવા સબબ કેસ નહી કરવાના બદલામાં બંને પોલીસકર્મીઓએ લાંચની માંગણી કરી હોવાની રાવ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર પોલીસ દફતરના પોલીસકર્મચારી અને રાજકોટમાં મહાનગરપાલિકાનો કર્મચારી લાંચ લેતા પકડાયાને માંડ પખવાડીયાનો સમય પણ નથી થયો ત્યાં રાજકોટ તાલુકા પોલીસ દફતરના બે પોલીસ કર્મીઓ સામે લાંચ માંગ્યાનો આક્ષેપ થયો છે. જેમાં રાજકોટના એક અખબારમાં કામ કરતા ભગીરથ દીક્ષિત આર કે મેઈન રોડ પરના ગુરુજી નગરમાં ગઈ કાલે રાત્રે પોતાના નિવાસ્થાને તેના મિત્ર સાથે પોતાની કારમાં હતા ત્યારે ત્યાં આવેલ જેમીન પટેલએ પોતાની ઓળખ તાલુકા પોલીસ દફતરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાની વાત કરી તેની સાથે કારમાં અન્ય એક પોલીસકર્મી હોવાનું કહ્યું હતું.

તમે કેફી પ્રવાહી પીધેલ છો, તમારી સામે કાર્યવાહી કરવી છે’ એમ કહી ભગીરથ અને તેના મિત્રને કારમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ બંને પોલીસકર્મીઓએ રૂપિયા દસ હજારની માંગણી કરી હતી. પોલીસકર્મી પટેલે કહ્યું હતું કે મને દસ હજાર રૂપિયા આપી સેટિંગ કરી લો એટલે જવા દઇસ’ એમ કહેતા બંને મિત્રોએ રૂપિયા આપવાની ના પાડી હતી. ત્યારબાદ ધાક ધમકી આપતા અંતે બંને પોલીસકર્મીઓએ રૂપિયા ત્રણ હજાર પડાવી લીધા હતા. આ ઘટનાની ભગીરથે સ્થાનિક એસીબીમાં અરજી કરી ન્યાયની માંગણી કરી છે. જેને લઈને પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.

NO COMMENTS