પોલીસવાલા ગુંડા ? યુવાનને રોડ પર સુવડાવી બેફામ માર માર્યો, વિડીઓ વાયરલ

0
1038

જામનગર : આમ તો પોલીસની ક્રેડીટ બોવ સારી નથી સોસાયટીમાં, પણ સતા પાસે સાણપણ સારું એવો આમ નાગરિકોમાં મત છે. એટલે જ પોલીસની નેગેટીવ કામગીરીને પણ કોઈ નાગરિક જાહેરમાં બોલતા ખંચકાટ અનુભવે છે પરંતુ હાલ સોશિયલ મીડિયાના જમાનામાં આમ નાગરિકો પર પોલીસની બોલતી બંધ કરી દેતા આવ્યા છે. ત્યારે સુરતમાં જાહેર માર્ગ પર પોલીસનો આતંક યુવાન પર સવાર થયો હતો એ ઘટનાનો વિડીઓ વાયરલ થતા જ ફરી વખત સુરત ચર્ચામાં આવ્યું છે. અગાઉ પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવને લઈને સુરત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આ વખતે સામે આવી છે પોલીસની નકારાત્મક ભૂમિકા.

હાલ સુરત પોલીસના આતંકના નામે એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. વિડીઓમાં કરવામાં આવેલ દાવા મુજબ સુરતના ડીંડોલી પોલીસ દફતરનો બતાવવામાં આવી રહ્યો છે જેમાં પોલીસની અમાનુષી શારીરિક અત્યાચાર સામે આવ્યો છે. મોદી રાત્રે યુવાનને રોડ વચ્ચે જ સુવડાવી લાતો અને ડંડા વડે યુવાનને બેફામ માર મારવામાં આવી રહ્યો છે.

આવી ચર્ચા છે કે રાહદારીએ પોલીસના પ્રશ્નોની સામે જવાબ નહી આપતા રોડ વચ્છે સુવડાવી માર મારવામાં આવ્યો છે. પોલીસે પોતાની ગરમી યુવાન પર ઉતારી લીધા બાદ જે તે યુવાનને આ જ પોલીસકર્મીઓ પોતાની જ સરકારી ગાડીમાં બેસાડી લઇ જતા પણ નજરે પડે છે.

પોલીસ અને માર એ બંને સિક્કાની બે બાજુઓ છે. છતાં લોકતંત્રમાં શારીરિક ત્રાસની મનાઈ છે. જો  કે અહી તો સુરત પોલીસ બંધ બારણે નહી પણ જાહેરમાં જ દબંગાઈ કરતી કોઈએ કેમેરામાં કેદ કરી પોલીસની વાટ લગાવી દીધી છે. હાલ આ વિડીઓ રાજ્યભરમાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસની દાદાગીરીને જોઈ નાગરિકોમાં પોલીસ તરફે શું છાપ પડતી હશે એ વિચારી શકાય છે.

NO COMMENTS