પોલીસ ભરતી : ચેરમેન હસમુખ પટેલે જામનગરના ઉમેદવારોમાં જોમ પૂરી કહ્યું કે….

0
1996

જામનગર : શહેરના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હોય જાહેર માર્ગ કે પછી અંતરિયાળ ગામડાનો ધૂળિયો રસ્તો હોય કે ડામર રોડ હોય, આ મેદાનો અને રસ્તાઓ પર સવાર-સાંજ યુવાવર્ગ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં બમ્પર ભરતી પ્રક્રિયા હાથ ધરતા રાજ્યભરમાં હાલ યુવા વર્ગમાં મજબુત થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જામનગરના ઉમેદવારો માટે મહત્વની જાહેરાત કરી જોમ પૂર્યો છે.

પોલીસ વિભાગમાં દસ હજાર ઉપરાંત જગ્યાઓ પરની બમ્પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા રાજ્યભરમાં યુવાવર્ગ કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરવા અને સમાજ સેવામાં જોડાવવા માટે થનગની રહ્યો છે. રાજ્યના તમામ જીલ્લાઓમાં જોમ અને જુસ્સાથી તરવરીયા યુવાનો અને યુવતીઓ તનતોડ મહેનત કરી નિયત સમયથી પણ આગળ નીકળી પુરા માર્ક મેળવી સ્પર્ધામાં આગળની નીકળી દોડ લગાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ ભરતી પ્રક્રિયાના ચેરમેન હસમુખ પટેલે ગઈ કાલે જામનગરના ઉમેદવારો માટે ટ્વીટ કરી નવો પ્રાણ પૂર્યો હતો. હાલ જામનગર શહેરના ધનવંતરી, લાખોટા લેક, પ્રદર્શન ગ્રાઉન્ડ, ગ્રાફેડ ગ્રાઉન્ડ, અને શહેરની ભાગોળે આવેલ ઢીંચડા અને બેડી બંદર સહિતના રોડ-રસ્તાઓ પર સવાર સાંજ યુવાઓ વર્ગ રનીંગ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે ચેરમેન પટેલે ગઈ કાલે રાત્રે જામનગરના આવા તરવરીયા ઉમેદવારો માટે ટ્વીટ કરી કહ્યું હતું કે ભરતી પ્રક્રિયાની તૈયારી કરતા ઉમેદવારો માટે શરુ શેક્સન રોડ પર આવેલ પોલીસ હેડક્વાટરનું ક્રિકેટ ગ્રાઉન્ડ રાહ જોઈ રહ્યું  છે. આ ગ્રાઉન્ડ પર આવી ઉમેદવાર પ્રેકટીશ કરી શકે છે. ઉમેદવારોએ તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે ચેરમેનના ટ્વીટ પૂર્વે જ સ્થાનીક પ્રસાસન દ્વારા આ ગ્રાઉન્ડ પર પ્રેક્ટીસ કરવા આવતા ઉમેદવારોને ક્યારેય  પરત મોકલ્યા નથી. ત્યારે હવે ચેરમેને આ ગ્રાઉન્ડનો લાભ લેવા આહ્વવાન કર્યું છે જેનો  ઉમેદવારોએ લાભ લેવો જ રહ્યો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here