ટાટા કંપનીના ક્વાટરમાં ચાલતી દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી, આ પ્યાસીઓ પકડાયા

0
2782

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ ટાટા કંપનીની ટાઉનસીપમાં એક ક્વાટરમાં શરાબની મોજ માણતા આઠ સખ્સોને સ્થાનિક પોલીસે આંતરી લઇ મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો.

ઓખામંડળના મીઠાપુરમાં આવેલ ટાટા કંપનીની ટાઉનસીપમાં જુના હાઉસિંગ ફ્લેટ કવાટર નંબર ૨૮૬માં અમુક સખ્સો વિદેશી શરાબની મોજ માણી મહેફિલ માણી રહ્યા હોવાની સ્થાનિક પોલીસને ચોક્કસ હકીકત મળી  હતી જેના આધારે સ્થાનિક પોલીસે ગઈ કાલે દરોડો પાડ્યો હતો જેમાં આરોપી કરશનભા મુરુભા હાથલ નામના સખ્સના ક્વાટરમાંથી કરશનભા ઉપરાંત દિનેશભાઇ ગોવિંદભાઇ પરમાર જાતે.અ.જા ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે.મહુડી ગામ રાજકોટ તા.જી રાજકોટ તથા ભાવીનભાઇ મનસુખભાઇ જટાણીયા જાતે. લુહાણા ઉ.વ.૨૪ ધંધો શાક બકાલાનો રહે.આરંભડા જય અંબે સોસાયટી તા.દ્રારકા તથા પરેશભાઇ સોમજીભાઇ વાળા જાતે.અ.જા ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.મહુડી ગામ રાજકોટ તા.જી રાજકોટ તથા  નિલેશભાઇ હીરાભાઇ પરમાર જાતે.અ.જા ઉ.વ.૩૫ ધંધો મજુરી .મહુડી ગામ રાજકોટ તા.જી રાજકોટ તથા અક્ષયભાઇ રમેશભાઇ ગોસ્વામી જાતે.બાવાજી ઉ.વ ૨૯ ધંધો વેપાર રહે. આરંભડા સીમ જય અંબે સોસાયટી  તા.દ્રારકા તથા હીતેનભાઇ જેશીગભાઇ ઝાલા જાતે.કા.રાજપુત ઉ.વ ૩૩ ધંધો પ્રા.નોકરી રહે.આરંભડા સીમ જય અંબે સોસાયટી તા.દ્રારકા તથા સાગરભાઇ અશોકભાઇ સામાણી જાતે.લુહાણા ઉ.વ ૩૨ ધંધો મજુરી રહે.આરંભડા સીમ જય અંબે સોસાયટી સુરસાગર ડેરી પાસે તા.દ્રારકા વાળા સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટનો પરપ્રાતની કાચની રોયલ સ્ટગ ડીલક્ષ વિસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ ૭૫૦/ એમ.એલ શીલ તોડેલી બોટલ જેમા ૫૦૦ એમ.એલ જેટલો દારૂ ભરેલ બોટલ તથા એક કાચની મેક ડોવેલ્સ નં ૧ સુપીરીયર વિસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦/ એમ.એલ શીલ તોડેલી બોટલ જેમા ૩૫૦ એમ.એલ ભરેલ બોટલ અને એક પાણીની બોટલ તથા એક કેનલીની બોટલ તથા એક બાલાજી કંપનીનુ નમકીન સેવ મમરાની તથા બાલાજી કંપનીનુ નમકીન શીંગ ભજીયા તથા બાલાજી કંપનીનુ નમકીન વેફર તથા બાલાજી કંપનીનુ નમકીન કુરકુરે ઉપરાંત ચાર લાખ રૂપિયાની જીજે ૦૩ કેએચ ૬૧૧૯ નંબરની કાર અને સાત મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે તમામની સામે મહેફિલ કરતા પકડાઈ જવા સબંધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડાએ કંપની પરિસર સહિત ઓખામંડળમાં ભારે ચર્ચા જગાવી છે.

NO COMMENTS