ACBની ટ્રેપમાં પોલીસ કોન્સ્ટેબલ, ન કરવાનું કામ કરવા માંગી લાંચ

0
1322

જામનગર અપડેટ્સ : રાજ્યમાં લાંચ માગવામાં ગૃહ અને મહેસુલ વિભાગના કર્મચારીઓની જોડ નથી. કારણ કે રાજ્યમાં દસ કિસ્સામાંથી આઠ કિસ્સામાં આ બે ડિપાર્ટમેન્ટના કર્મચારી જ હોય છે. ત્યારે ગૃહ વિભાગમાં ફરજ બજાવતો વધુ એક પોલીસ જવાન એસીબીની ટ્રેપમાં આબાદ ઝડપાઇ ગયો છે. આ બાબુએ એક શખ્સને જુગાર કેસમાં હેરાનગતિ ન કરવા માટે રૂપિયા 18 હજારની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.

આ ટ્રેપ છે બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ દફ્તરની, અહીંના સ્ટાફે તાજેતરમાં જુગાર સંબંધિત દરોડો પાડ્યો હતો. જુગાર પ્રકરણમાં સંડોવાયેલ એક પાસેથી થરા પોલીસના કર્મચારી અમરાભાઈ કાબાભાઈ દેસાઈએ રૂપિયા 18 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર ફરીયાદ કરી હતી. જેને લઈને આજે પાટણ એસીબીના પીઆઇ જે પી સોલંકી સહિતના સ્ટાફે થરામાં તેરવાડીયા વાસના નાકે ટ્રેપ ગોઠવી હતી. જેમાં આરોપી પોલીસકર્મી રૂપિયા 18 હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો..

NO COMMENTS