ખેલાડી : જાડેજાની કમાણી આ દિગ્ગજ ક્રિકેટર કરતા વધુ, જાણો BCCIની સેલેરી સીસ્ટમ

0
941

જામનગર અપડેટ્સ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વર્ષ ઓકટોબર ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સમયગાળા સુધીની સમય અવધી ધરાવતો વાર્ષિક કોન્ટ્રાકટ કરવામાં આવ્યો હ્તો. સીનીયર ક્રિકેટરની કેટેગરીમાં ચાર વિભાગોમાં પેમેન્ટનું વિવરણ કરવામાં આવ્યું હતું. જેમાં એ પ્લસ, એ, બી અને સી ગ્રેડમાં સીનીયર્સને વહેચી દેવામાં આવ્યા હતા. આ કેટેગરી મુજબ જસપ્રીત બુમરાહે બાજી મારી દેશનો સૌથી વધુ  ફીસ પ્રાપ્ત કરનાર ક્રિકટર બન્યો છે. જો આ આવકમાં આઈપીએલ, એડ અને બ્રાંડ ચહેરાની આવકનો સમાવેશ થતો નથી.

બીસીસીઆઈની ગ્રેડિંગ સીસ્ટમ અને ધોરણ

એ પ્લસ ગ્રેડ ક્રિકેટર, વાર્ષિક પગાર સાત કરોડ

 વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રોહિત શર્માનો એ પ્લસ ગ્રેડના ક્રિકેટરની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

એ ગ્રેડ ક્રિકેટર, વાર્ષિક પગાર પાંચ કરોડ

રવીન્દ્ર જાડેજા, રવીચન્દ્રન અશ્વિન, ભુવનેશ્વરકુમાર, ચેતેશ્વર પુજારા, અજિન્કય રહાણે, કે એલ રાહુલ, શિખર ધવન, મોહમ્મદ સામી, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, રિષભ પંતનો એ ગ્રેડમાં સમાવેશ કરવામ આવ્યો હતો.

બી ગ્રેડ ક્રિકેટર, વાર્ષિક પગાર ત્રણ કરોડ

વ્રીધ્ધિમન શાહા, ઉમેશ યાદવ, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, યુજ્વેન્દ્ર ચહલનો સમાવેશ સી ગ્રેડમાં કરવામાં આવ્યો હતો.

સી ગ્રેડ ક્રિકેટર, વાર્ષિક પગાર એક કરોડ

કેદાર યાદવ, નવદીપ શૈની, દીપક ચહર, મનિષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર, વોશિંગટન સુંદરનો સમાવેશ ડી ગ્રેડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ રીતે નક્કી થાય છે સેલેરી

પ્રત્યેક ક્રિકટરને એક ટેસ્ટ મેચના ૧૫ લાખ રૂપિયા, વન ડેના છ લાખ, ટી-૨૦ પેટે રૂપિયા ત્રણ લાખ ચુકવવામાં આવે છે.

કમાણીમાં જાડેજા ત્રીજા નંબરે, આ ખેલાડી છે પ્રથમ નંબરે

આ વર્ષે સૌથી વધુ કમાણી કરી છે જસપ્રીત બુમરાહે, આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટમાં નવ વન ડે, ચાર ટેસ્ટ અને આઠ ટેસ્ટ મેચ રમી બુમરાહએ એક કરોડ ૩૮ લાખ રૂપિયા સેલેરી મેળવી છે. જયારે કેપ્ટન વિરાટ કોહલી બીજા નંબરે છે. વિરાટે વર્ષમાં ત્રણ ટેસ્ટ મેચ, નવ વનડે અને દસ ટી-૨૦ માટે રૂપિયા ૧.૨૯ કરોડ પગાર પેટે ચૂકવાયા છે. જયારે આ યાદીમાં રવીન્દ્ર જાડેજા ત્રીજા નંબર પર છે. જે દેશના અન્ય દિગ્ગજ ખેલાડીઓથી આગળ નીકળી ગયો છે. જેમાં રોહિત શર્મા અને શિખર ધવનનો સમાવેશ થાય છે. ટેસ્ટ, નવ વનડે અને ચાર ટી-૨૦ મેચ જાડેજાએ રમી છે. ચોથા નમ્બ પર છે અજીંકય રહાણે છે. રહાણેને ૬૦ લાખ અને પાંચમા નમ્બર પર રિષભ પંત છે, પંતે વાર્ષિક રૂપિયા ૫૭ લાખ ફીસ પ્રાપ્ત કરી છે. જયારે દિગ્ગજ રોહિત શર્મા છઠ્ઠા નંબર પર છે. શર્માને વાર્ષિક ૩૦ લાખ ફીસ પ્રાપ્ત થઇ છે.

આ રીતે નક્કી થાય છે સેલેરીમાં વધારો  

જે ખેલાડી વિશ્વની ટોપ ત્રણ ટીમ સામે ૫૦ કે ૧૦૦ રન ફટકારે તો તેની સેલેરીમાં ૩૦ થી ૬૦ ટકાનો વધારો થાય છે. આ જ ફોરમેટમાં બોલરની પાંચ વિકેટનો સમાવેશ થાય છે.

આ રીતે નક્કી થાય છે આંતરિક બોનસ

દરેક ક્રિકેટરને પોતાના દેખાવ પ્રમાણે નક્કી થાય છે. જેમાં ટેસ્ટ મેચમાં ૧૦૦ રન સામે પાંચ લાખ, બેવડી સદી માટે સાત લાખ નક્કી કરવામાં આવ્યા છે. જયારે ત્રણેય ફોરમેટમાં પાંચ વિકેટ પ્રાપ્ત કરનાર ક્રિકેટરને પાંચ લાખ આપવામાં આવે છે. ટેસ્ટમાં દસ વિકેટ પ્રાપ્ત કરનાર ક્રિકેટરને સાત લાખનું બોનસ આપવામાં આવે છે.

NO COMMENTS