લાલપુર પંથકમાં દીપડો દેખાયો, વન તંત્ર એક્શનમાં

0
743

જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામ નજીક ગત રાત્રે દિપડો દેખાયાના સમાચારથી દોડધામ મચી જવા પામી હતી. ખીરસરા ગામના રેલ્વે સ્ટેશન નજીક આવેલા નદીના પટમાં દિપડો દેખાયાના સમાચારથી વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને જામનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખીરસરા ગામે દોડી ગયા છે.

જામનગરના બરડા ડુંગરમાં દિપડાઓની મોટી વસાહત આવેલી છે. ત્યારે બરડા ડુંગર નજીક આવેલા લાલપુર તાલુકાના અનેક ગામોમાં આ પૂર્વે દિપડો દેખાયા હતો. ફરીને એક વખત લાલપુરના ખીરસરા ગામ નજીક માનવ વસાહત નજીક દિપડો દેખાતા ખીરસરા ગામના રહેવાસીઓમાં ચકચાર મચી જવા પામી હતી. ગામવાસીઓએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

વન વિભાગના અધિકારીઓએ જે જગ્યાએ દિપડો દેખાયાના વાવડ મળ્યા હતા તે જગ્યા પર ફૂટમાર્ક એકઠા કરી તેની તપાસ હાથ ધરી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઇ બડીયાવદરએ જણાવ્યું હતું કે, ખીરસરા ગામના લોકોની રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા હાલ જે જગ્યાએ દિપડો જોવા મળ્યો છે તે જગ્યા પર દિપડાને પકડી પાડવા પાંજરૂ મુકવામાં આવ્યું છે. તેમજ સ્ટાફના સુજીત કરંગીયા, એમ એલ કરમુર, વી એમ પિંડારીયા અને કમલેશ કરંગીયા સહિતના કર્મચારીઓને સતત આ વિસ્તાર પર નજર રાખવા કામગીરી સોંપવામાં આવી છે.

NO COMMENTS