જામનગર : સોમવારે સવારે પાકિસ્તાનના કરાચી ખાતે સ્ટોક એક્સચેન્જ પર હથિયારો સાથે પહોચી ગયેલ પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં આતંકીઓ સહીત ૧૧ પાકિસ્તાનીઓના મોત થયા છે, પાકિસ્તાની રક્ષાદળોએ ઓપરેશન પૂર્ણ કર્યા બાદ આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના જ બલુચિસ્તાન પ્રાંતના બલોચ લીબરેશન આર્મી નામના ગ્રુપે લીધી છે.
પાકિસ્તાન ચાર વિભાગમાં વહેચાયો છે, જેમાનો એક પ્રાંતમાં બ્લુચીસ્તાન પ્રાંતનો સમાવેશ થાય છે. મૂળ મુસ્લિમ સભ્યતાને વરેલ આ પ્રાંત છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે. જેને લઈને પાકિસ્તાની સેના અને આ પ્રાંતના લડાયક સંગઠન એટલે કે બલોચ લીબરેશન આર્મી વચ્ચે અવારનવાર અથડામણ થતી આવી છે. ચીન સાથેના વધતા જતા પાકિસ્તાની સબંધોને કારણે સંસ્કૃતિ જોખમાશે એવું ચુસ્ત પણે માનતા બલુચીસ્તાનીઓ પોતાની સંસ્કૃતિના રક્ષણ માટે હથિયારો ઉપાડી લીધા છે. પાકિસ્તાની ગુપ્ત એજન્સીનું માનવામાં આવે તો બલોચ લીબરેશન આર્મી પાસે હાલ અડધા લાખ ઉપરાંતનું સૈન્ય જૂથ છે. બલુચીસ્તાનમાં વર્ષ ૧૯૭૦માં બીએલએની સ્થાપના થઇ છે. ચીનનો વધતો જતા પ્રભાવને લઈને બે વર્ષ પૂર્વે આ જ ગ્રુપે ચીનના રાજદ્વારીઓ પર હુમલો કર્યો હતો. બીએલએ બે વિભાગમાં વહેચાયેલ છે. બંનેનો ઉદેશ્ય એક માત્ર બલુચિસ્તાનની આઝાદી અને સંસ્કૃતિના રક્ષણની છે. અમેરિકાએ આ ગ્રુપને વૈશ્વિક આતંકી ગ્રુપ જાહેર કર્યું છે. આ ગ્રુપે ગત વર્ષે ગ્વાદરમાં હોટેલ પર્લ કોન્ટીનેન્ટલ પર હુમલો કર્યો હતો જેમાં આઠ નાગરિકોના મોત થયા હતા. નવાબ ખૈર બક્ષ ગ્રુપની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનના ખૈર ઉચ્ચ અભ્યાસ કરી સ્વતંત્ર બલુચિસ્તાનની માંગણી કરી હતી. ૭૦ના દાયકા બાદથી પાકિસ્તાન સાથે આ ગ્રુપ હમેશા લડતું આવ્યું છે.