ઓક્સીજન-વેન્ટીલેટરની તંગી પૂર્ણ કરાશે, રાજ્યમંત્રી હકુભાના રક્તદાન કેમ્પમાં ભાજપા અધ્યક્ષની ધરપત

0
898

જામનગર : રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સંચાલિત ભાગ્યલક્ષી ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ નિમિતે ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ અને મહા મંત્રી ભીખુભાઈ દલસાણીયા આજે જામનગરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. કોરોનાના કકળાટ વચ્ચે ભાજપા અધ્યક્ષે જણાવ્યું  હતું કે તમામ સુવિધાઓ પૂરી પાડી ભાજપા સરકાર કટિબદ્ધ છે. આજે મોટાભાગનો વર્ગ ઘરમાં છે ત્યારે ભાજપનો કાર્યકરતા ઘર બહાર રહી કોરોના સામેનો જંગમાં પોતાનું યોગદાન આપી રહ્યાનો દાવો કર્યો હતો.

કોરોનાના કહેર વચ્ચે ભાજપા અને ભાજપાનો કાર્યકર મેદાને રહી રાજ્યભરમાં દર્દીઓની સારવારની ચિંતામાં લાગ્યો છે.એમ જામનગરની મુલાકાતે આવેલ ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે ભાવ વ્યક્ત કર્યો છે. દર્દીઓનું સતત વધતા પ્રમાણની સામે ઓકસીજન અને વેન્ટીલેટર તેમજ બેડની ક્યાંક અછત ઉભી થઇ છે. જેની સામે ભાજપ સારવાર પૂરી મહેનત અને ખંત પૂર્વક પૂર્તતા કરવા કામે લાગી છે એમ ભાજપા અધ્યક્ષે જણાવ્યું હતું. ભાજપના કાર્યકરને પણ જવાબદારી આપી મારો વોર્ડ કોરોના મુક્ત નું સૂત્ર સાકાર કરવા લાગી ગયો છે આવો દાવો કર્યો છે. ભાજપનો કાર્યકર કોઈ ભય વગર આજે કોરોનાની લડાઈ માટે ઘર બહાર કામ કરી રહ્યો છે એ મોટી જન સેવા છે એમ પાટીલે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ભાજપા અધ્યક્ષ સહભાગી બન્યા હતા.આ વેળાએ સાંસદ પુનમ માડમ ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત સ્થાનિક ભાજપાની બોડી જોડાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here