જામનગર : રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને બેદરકાર રહેલ ખાનગી હોસ્પિટલો સામે સરકાર સખ્ત બની છે. જે હોસ્પિટલ દ્વારા ફાયર એનઓસી નથી લેવામાં આવ્યું તે હોસ્પિટલ આગામી દિવસોમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ખાનગી હોસ્પિટલોમાં લાગેલી આગ બાદ માનવ મૃત્યુને લઈને રાજ્ય સરકાર કડક બની છે. ખાનગી હોસ્પિટલ સંચાલકોની બેદરકારીને લઈને ફાયર સેફટીના સાધનો વસાવી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. છતાં પણ દરેક શહેરમાં ખાનગી હોસ્પિટલ સંચાલકો બેદરકાર રહ્યા હતા. જામનગરમાં પણ ૬૫ ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ફાયર વિભાગે તાકીદે એનઓસી લેવા નોટીશ પાઠવી હતી. જેને લઈને ૧૫ હોસ્પિટલના સંચાલકોએ ફાયર એનઓસી લઇ લીધી છે. જો કે હજુ પણ ૪૯ હોસ્પિટલ સંચાલકોએ દાદ આપી નથી. ત્યારે રાજ્ય સરકારે આકરું વલણ અપનાવી રાજ્યભરની ખાનગી હોસ્પિટલને ફાયર એનઓસી લઇ લેવા આખરી તાકીદ કરી છે અન્યથા હોસ્પિટલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે એમ પણ જામનગર મહાનગર પાલિકા ના. કમિશ્નર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે.
જામનગરની આ હોસ્પિટલસ છે ફાયર એનઓસી વગરની, આગી શકે છે તાળા
એન. આર. ચોવટીયા – ઓર્થોપેડીક
મન હોસ્પીટલ
તકવાણી હોસ્પીટલ
ડો. જે. ડી. ચાંગેલા
કલ્યાણ હોસ્પીટલ
મહેશ્વરી ઓર્થોપેડીક હોસ્પીટલ
શિંગાળા હોસ્પીટલ
સહકાર બાળકોની હોસ્પીટલ
આર્શિવાદ હોસ્પીટલ
સોલેરીયમ એનકલેવ
મેન્ટલ હોસ્પીટલ
અગ્રાવત હોસ્પીટલ
કલ્યાણ હોસ્પીટલ
ઇલા ચિલ્ડ્રન હોસ્પીટલ
અર્પણ આંખની હોસ્પીટલ
પાબારી હોસ્પીટલ
યુનિક હોસ્પીટલ એન્ડ આઇ.સી.યુ.
હિતેષ આર. મશરૂ હોસ્પીટલ
સોમ્ય હોસ્પીટલ
ઓમ ન્યુ બોન એન્ડ ચાઇલ્ડ કેર સેન્ટર
શ્રી મેટરનીટી હોસ્પીલ
ડો. ધવલ માંકડ સજી<કલ હોસ્પીટલ
શ્રીજી ઇ.એન.ટી. હોસ્પીલ
મશરૂ હોસ્પીટલ
મધુરમ હોસ્પીટલ
મમતા મેટરનીટી સેન્ટર
આયુષ નવજાત શીશુની હોસ્પીટલ
હાલાર હોસ્પીટલ
માનસ હોસ્પીટલ
સત્યમ હોસ્પીટલ
મહેતા હોસ્પીટલ
મેઘધારા આયુર્વેદિક હોસ્પીટલ
ડો. કે. આર. રવિ
સુશ્રુધા આર્યુવ મલ્ટી હોસ્પીટલ
પીયા ચિલ્ડ્રન હોસ્પીટલ
કામદાર રાજય વિભાગ યોજના હોસ્પીટલ
ઓમ ઓર્થો એન્ડ પેન કેર
ઓમ હોસ્પીટલ
જાગૃતિ મેટરનીટી હોસ્પીટલ
માનસિક આરોગ્યની હોસ્પીટલ
શાહ મેડીકલ ફાઉન્ડેશન
જાનકી હોસ્પીટલ
એન. એસ. વાછાની હોસ્પીટલ
આણદાબાવા હોસ્પીટલ
રાધે હોસ્પીટલ
ભગવતી યુરોલોજી હોસ્પીટલ
જય હોસ્પીટલ
સોલંકી ઓર્થોપેડીક હોસ્પીટલ