ઓપરેશન જયેશ પટેલ : ગુજસીટોક પ્રકરણમાં 3000 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ

0
1108

જામનગર : જામનગરના જમીન માફિયા સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે ઓપરેશન જયેશ પટેલ સંદર્ભે આજે પોલીસે વધુ એક કાયદાકીય કદમ ભરી ગુજસીટોક પ્રકરણમાં જયેશ પટેલ સહિતના શખ્સો સામે 3000 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે. જેમાં જયેશ પટેલને મુખ્ય આરોપી તરીકે દર્શાવાયો છે.

ઉલ્લેખનિય છે કે આ પ્રકરણમાં પોલિસે જયેશ પટેલ ઉપરાંત તેની ગેંગના 12 સભ્યો સામે ઓર્ગેનાઇઝ ગુનાઓની વણજાર લગાવવા બદલ ગુજસીટોક મુજબ ફરિયાદ
નોંધી હતી. આ ગેંગ દ્વારા શહેરના માલતુજારોને ફસાવી ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. આ ગેંગ દ્વારા શહેરના અનેક વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી લીધી હતી. આ પ્રકરણમાં જયેશ પટેલ અને તેના બે સાગરીતો રમેશ અભાંગી અને સુનિલ ચંગેલા હજુ ફરાર છે. જ્યારે આ જ પ્રકરણમાં ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, બીલડર નિલેશ ટોળીયા, વકીલ વી એલ માનસતા, પ્રફુલ પોપટ અને યશપાલ-જસપાલ જાડેજા બંધુ સહિતના 14 શખ્સોને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.
આ પ્રકરણમાં પોલીસે આજે જામનગર અદાલત સમક્ષ 3000 પાનાનું ચાર્જ સહિત રજુ કરી તહોમતનામું પેસ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here