જામનગર : કોરોનાની વિકટ સ્થિતિને લઈને આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જામનગરની મુલાકાત લીધી હતી. વહીવટી પ્રસાસન અને આરોગ્ય તંત્ર તેમજ જન પ્રતિનિધિઓ સાથે મેરેથોન મિટિંગ યોજી હતી.
કોરોનાની હાલની સ્થિતિનો તાગ મેળવી સરકારે જરૂરી સૂચનાઓ આપી તંત્રને કોઇ પણ પરિસ્થિત સામે પહોંચી વળવાની હૈયા ધારણા આપી હતી. આ તકે સીએમએ પત્રકારો સાથે વાતચીત કરી હતી.
જામનગરમાં પણ ઓછા ટેસ્ટ થતા હોવાની ફરિયાદ વચ્ચે આજે સીએમએ જામનગર શહેર અને ગ્રામ્યમાં એક હજાર નમુનાઓનો ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્યમાં પણ 30 હજાર ટેસ્ટ કરવાની સૂચના આપી હોવાની પણ જાહેરાત કરી છે. બીજી તરફ હાલ તહેવારોની સિઝનમાં કોઈ મોટા મેળાવળા ન કરે તેવી પણ સ્પષ્ટ સૂચના આપી છે. બીજી તરફ સુરત અમદાવાદ તરફથી જામનગર આવતા તમામ પ્રવાસીનું ટેસ્ટિંગ ફરજીયાત કરવાની પણ સીએમએ સૂચના આપી છે.