ખળભળાટ : મોરબી ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાના વધુ એક શખ્સની સંડોવણી ખુલી

0
1521

જામનગર : મોરબી જિલ્લામાંથી સામે આવેલ 600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં જામનગર જિલ્લાના જોડિયાના વધુ એક શખ્સની સંડોવણી બહાર આવી છે. બીજી તરફ દોરાધાગા કરાવવા ઝીંઝુડા પહોંચેલ સલાયાના ગુલામ ભગાડને સમસુદ્દીન પીરજાદા સાથે સંપર્ક થયો હતો અને ગુલામે પિરજાદાની પત્નીને બહેન બનાવી હોવાની વિગતો સામે આવી છર. યુવાધનને બરબાદ કરતા આ પ્રકરણમાં એટીએસની ટીમ સાંજે ત્રણેય આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કરશે.

મોરબીના નવલખી બંદર પાસે આવેલ ઝીંઝુડા ગામથી એટીએસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ દરોડામાં એજન્સીએ સમસુદ્દીન સૈયદ ઉર્ફે પિરજાદાબાપુ, સલાયાના ગુલામ હુસેન ભગાડ અને જામનગર જિલ્લાના જોડિયાના એક શખ્સના કબજામાંથી રૂપિયા 600 કરોડનું 120 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. ની સંડોવણી ખુલવા પામી હતી. આ સમગ્ર રેકેટ પાકિસ્તાનથી ઓપરેટ થયું હોવાની વિગતો સામે આવી છે. પાકિસ્તાનથી વાયા અરબી સમુદ્ર થઈ સલાયા બંદર કંસાઇનમેન્ટ ઉતારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મિયા ખાખરીયા ગામના પીરજાદા બાપુ અહીં દોઢ બે વર્ષથી રહેવા આવી ગયો હતો અને દોરા ધાગા કરી ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. દોરાધાગાથી જ સલાયા અને જોડિયાના શખ્સો સાથે સબંધ બંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. સલાયાના ગુલામે તો પીરજાદાની પત્નીને બહેન પણ બનાવી લીધી હતી. સંબંધો વધતા આખરે ડ્રગ્સના રેકેટનો હવાલો લેવાયો હોવાની વિગતો સુત્રોમાંથી જાણવા મળી છે. સલાયાથી જ આ જથ્થો 25 દિવસ પહેલા ઝીંઝુડા લઈ જવાયો હતો અને પીરજાદાના નવા બનતા મકાનમાં સંતાડવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં જામનગર જિલ્લાના જોડિયાના ઇસા રવા નામના શખ્સની સંડોવણી ખુલવા પામી છે. આ શખ્સ સુધી પહોંચવા માટે તેમજ અન્ય બાબતોનો તાગ મેળવવા માટે એટીએસ દ્વારા ત્રણેય શખ્સોને મોરબી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS