જામનગર : ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી પૂર્ણ થયા ત્રીજા દિવસે હારી ગયેલ કોંગ્રેસના ઉમેદવાર નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે સામાન્ય લક્ષણો સામે આવતા ભરતસિંહને વડોદરા હોસ્પિટલમાં સારવાર લાઇ નમૂના આપ્યા હતા. જેનું પરીક્ષણ થયા બાદ તેઓને કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં સોલંકી કોંગ્રેસના બીજા નંબરના ઉમેદવાર હતા. ગઈકાલે તબિયત નાદુરસ્ત હોવાથી તેઓએ સારવાર લઈ, વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સેમ્પલ આપ્યું હતું. ત્રણ દિવસ પૂર્વે જ ચૂંટણી દરમિયાન સોલંકી અનેક રાજકારણીઓના સંપર્કમાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે જે જે લોકો તેઓના સંપર્કમાં આવ્યા છે તેમના પણ પરીક્ષણ કરવામાં આવશે. જેને લઈને રાજકારણીઓ અને મીડિયામાં પણ ભયનું લખલખું પ્રશરી ગયું છે.