ફરી જમીન પર: પૂર્વ મેયરે આવી રીતે મહાનગરપાલીકા પહોચ્યા કે સૌ જોતા રહી ગયા

0
580

જામનગર અપડેટ્સ : સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મુદત પૂર્ણ થતા પદાધિકારીઓને આપવામાં આવેલ સવલત પરત લઇ લેવામાં આવી છે. કાર અને ઓફીસ સહિતની સવલતો પરત ખેંચી લેવામાં આવી છે. ત્યારે ગઈ કાલના મેયર આજે પૂર્વ બની જતા અને લાખેણી કાર પરત લઇ લેવામાં આવતા આજે સાયકલ લઇ કચેરી પહોચ્યા હતા. પોતે જમીની કાર્યકર હોવાથી જમીન પર રહેવાનું પસંદ હોવાનું  મેયરે જણાવ્યું હતું.

રાજ્યની મોટાભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મુદત પૂર્ણ થઇ ગઈ છે. કોરોનાકાળના કારણે ત્રણ માસ માટે ચુંટણી લંબાવી દેવામાં આવી છે. ત્યારે આ ત્રણ માસમાં વહીવટદાર સાશન અસ્તિત્વમાં આવ્યું  છે. મુદત પૂર્ણ થઇ જતા આજે પદાધિકારીઓને આપવામાં આવેલ સવલતો પરત લઇ લેવામાં આવી હતી. જેમાં વાહન અને ઓફીસ સહિતની સવલતોનો સમાવેશ થાય છે. આજે ૧૯ લાખમાં  ખરીદવામાં આવેલ લાખેણી  કાર પરત લઇ લેવામાં આવતા મેયર સાયકલ પર આવી ગયા હતા.

પૂર્વ મેયર હસમુખ જેઠવા આજે પોતાની સાયકલ લઇ કચેરી આવ્યા હતા. ગઈ કાલ સુધી લાખેણી કારમાં આવતા મેયર આજે સાયકલ લઇ કોર્પોરેશન આવતા સૌ જોતા રહી ગયા હતા. પૂર્વ મેયર જણાવ્યું હતું કે હું શરૂઆતથી જ જમીન લેવલનો કાર્યકર રહ્યો છે ફરીથી જમીન પર આવી જતા પ્રજાના પ્રશ્નોને એવી જ રીતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ જયારે મેયર તરીકે કર્યો હતો. મેયર પદ ભોગવ્યા છતાં જમીન પર રહેતા હસમુખભાઈની તમામે પ્રસંસા કરી હતી.  

NO COMMENTS