હાય રે કલિયુગ : ૮૦ વર્ષના વૃધ્ધા પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ, પતાવી દેવાનો પણ પ્રયાસ, આ છે આરોપી

0
924

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડી ખાતે રહેતા ૮૦ વર્ષના વૃધ્ધાની એકલતાનો લાભ લઇ પુત્રની ઉમરના સખ્સે તેની પર બળાત્કાર ગુજારવા અને ગળેટુપો દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મીઠાપુર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો છે.

શરીરની વાસનાને કાબુમાં કરવું એ સૌથી કપરું છે ત્યારે જે માણસ પર આવી વાસના સવાર થઇ જાય છે ત્યારે ઉમરનું ભાન ભૂલી જઈ વાસનાંધ વ્યક્તિ અપરાધ તરફ આગળ વધતો હોય છે. કલિયુગને પણ સરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે ઓખામંડળમાંથી, અહીના સુરજકરાડી ખાતે તા. ૧૩મીના રાત્રે દ્વારકા તાલુકાના સામળાસર ગામે રહેતા જશરાજભા માણેક પર એવી તે વાસનાં સવાર થઇ કે અધમ કૃત્ય તરફ આગળ વધ્યો હતો. જેમાં રાત્રે સાડા અંગ્યારેક વાગ્યે સુરજકરાડીના બસ સ્ટેન્ડમાં રહેલ ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી.તેણીની એકલતાનો લાભ લઇ આરોપી જસરાજભાએ બળજબરી પૂર્વક બળાત્કાર કરવાનો પ્રયાસ કરી  અને ચોરણી વડે તેણીને ગળાના ભાગે તથા મોઢાના ભાગે ચોરણી વીટાળી ટુપો દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ અંગે સવારે જાણ થતા મહિલાના પુત્રએ સ્થાનિક પોલીસ દફતરનો સંપર્ક કર્યો હતો. જેના પગલે પોલીસે તાત્કાલિક વૃદ્ધ મહિલાનો કબજો સંભાળી આરોપીની સામે અધમતાના પ્રયાસ સબંધિત આઈપીસી કલમ ૩૭૬, ૩૫૪, ૩૦૭, ૫૧૧ મુજબ ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી હતી. જેમાં પોલીસે ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.

NO COMMENTS