દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોશિત્રા ગામે ગ્રામ પંચાયતની કચેરી ખાતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેને બોલાવેલ મીટીંગ દરમિયાન ત્રણ સખ્સોએ પદાધિકારીને પંચાયતમાંથી બહાર કાઢી જાતી અપમાનિત કરી માર મારી ધાક ધમકી આપી હોવાની સ્થાનિક પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
દ્વારકા તાલુકાના પોશિત્રા ગામની ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેનું પદ સંભાળતા મુરા પાલા પરમારએ ગત તા.૦૫/૦૬/૨૦૨૩ના રોજ બપોરે સામાજિક ન્યાય સમિતિની મીટીંગ બોલાવી હતી. જેમાં ગામના જ બાબુભાઇ ગોદળભાઇ ગાદ, ધાંધુભા પોલાભા ગાદ અને રમેશભા ગોદળભા ગાદ નામના ત્રણેય સખ્સો સામે મુરાભાઈએ પોતાના વિસ્તારમા રોડ-રસ્તા તથા અન્ય બીજા પ્રશ્નો વિષે રજુઆત કરી હતી. જે દરમ્યાન આરોપી બાબુભાઈએ ચેમેનને જાહેરમાં જાતી પ્રત્યે અપ શબ્દો બોલી, ‘તમારાથી કાઇ ન બોલાય’ આમ કહી જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો બોલી, કાંઠલો પકડી ઓફીસ બહાર ખેંચી, બાજુમા પડેલ લોખંડના સળીયા વડે માર મારી જમણા હાથમા ફેક્ચર જેવી ઇજાપહોચાડી તેમજ નીચે પાડી દઇ આરોપી ઘાંધુભાએ ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ મુરાભાઈના ઘરે જઈ તેના ભાઈ કેશાભાઇને બાબુભા અને રમેશભાએ ઢીકા પાટુનો મુંઢ માર મારી, રમેશભાએ મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ત્રણેય સખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.