ઓખા: ડ્રગ્સ માફિયાઓની મેલી મુરાદ પર મધ દરીયે પાણી ફેરવી દેવાયુ

0
1291

ગુજરાતના સાગર કિનારા પર વધુ એક વખત વિદેશી ડ્રગ્સ રેકેટ ઉઘાડું પડ્યું છે. રાજ્યની એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે સયુંકત ઓપરેશન પાર પાડી અરબી સમુદ્રમાં ભારતીય જળ સીમામાંથી પાંચ ઈરાની સાથેની ઈરાની બોટ અને રૂપિયા ૪૫૦ કરોડની કિંમતના ૬૧ કિલો ડ્રગ્સ સાથે પકડ્યા છે. આજે તમામને ઓખા બંદરે લઇ આવવામાં આવશે.

રાજ્યના સાગર કિનારા પરથી વધુ એક વખત યુવા ધનને બરબાદ કરવાના વિદેશીઓના સપના વધુ એક વખત ચકનાચુર થયા છે. ઈરાની બોટ ગુજરાતના સાગર કિનારે નારકોટીક્સની ખેપ મારે તે પૂર્વે કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓએ વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગઈ કાલે રાત્રે અરબી સમુદ્રમાં આઈએમબીએલ ઓળંગી એક ઈરાની બોટ ભારતીય જળસીમાડામાંથી કિનારા તરફ આવી ડ્રગ્સની ખેપ મારવા તરફ આગળ વધી રહી હોવાના ઈનપુટ રાજ્યની એટીએસ અને કોસ્ટગાર્ડને મળ્યા હતા.

જેને લઈને બંને એજન્સીઓની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં આઈએમબીએલ નજીક ભારતીય જળ સીમામાં કિનારા તરફ આગળ વધી રહેલ એક ઈરાનીયન બોટને આંતરી લીધી હતી. આ બોટને શરણે થવા ભારતીય એજન્સીની બોટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હતું.

પરંતુ બોટ અંદરથી કોઈ પ્રતિશાદ નહી મળતા આખરે ટીમ નાની બોટના સહારે ઈરાનીયન બોટ પર પહોચી હતી. બોટ અંદર જ સંતાઈ ગયેલ ટંડેલ સહિતના ખલાસીઓને એક તરફ ખદેડી ટીમ દ્વારા તલાસી લેવામાં આવી હતી. જેમાં બોટ અંદરથી  ૬૧ કિગ્રા વજનનો ૪૫૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને બંને એજન્સીઓ દ્વારા બોટ પર કબજો લઇ, પાંચેય સખ્સોની પૂછપરછ કરી હતી. જેમાં તમામ સખ્સો ઈરાનના હોવાનું અને ગુજરાતના સાગર કિનારે લેન્ડીંગ કરવાના હોવાનું સામે આવ્યું હતું. આજે બંને ટીમ ઈરાની બોટ અને પાંચેય સખ્સોને સાથે રાખી ઓખા બંદરે લઇ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here