ઓખા: વિધર્મીએ હિંદુ પરિણીતાનું કર્યું અપહરણ, પરાણે કર્યા મૈત્રી કરાર કર્યા, પછી….

0
1353

ઓખા મંડળમાં વધુ એક લવ જેહાદ બનતા અટકી છે. ઓખાની પરણિત મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી, પરાણે મૈત્રી કરારમાં સહી કરાવી લઇ એક વિધર્મી સખ્સે ધાક ધમકી ઉચ્ચારી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. મુગ્ધાવસ્થા અને લાચારીનો લાભ ઉઠાવી અનેક વિધર્મી સખ્સો હિંદુ તરુણીઓ કિશોરીઓ અને યુવતીઓને તદન ખોટી વાતોમાં ભરમાવી વિધર્મી સખ્સો લગ્ન કરી લઇ લવ જેહાદને રૂપ આપતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

સંચાર માધ્યમોમાં દરરોજ લવ જેહાદના કિસ્સા વાંચવા મળતા હોય છે. ત્યારે ઓખા મંડળમાં લવ જેહાદનો કિસ્સો બનતા બનતા અટક્યો છે. ભોગ બનનાર પરિણીતા તેના પરિવાર સાથે પોલીસ દફતર પહોચતા અને ફરિયાદ દાખલ કરાવતા આ કિસ્સો સામે આવ્યો છે. જેની વિગત મુજબ, ઓખામાં નવી બજાર તુલસી ભુવનની સામે રહેતી એક ખારવા પરિણીતા પર દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા નદીમ નજીરભાઈ શેખ નામના સખ્સે નજર કેન્દ્રિત કરી હતી. એક દિવસ આ સખ્સ પરિણીતાનું તેના જ રહેણાંક મકાનેથી પરાણે અપહરણ કરી ગયો હતો અને ભોગ બનનારને ગેરકાયદેર અટકાયતમા રાખી હતી. આરોપીએ તેણીને ધરાર અટકાયતમાં રાખવાના ઈરાદાથી તેનુ અપહરણ કરી લઈ જઈ, મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ભોગ બનનાર પરિણીતાની ઈચ્છા વિરૂધ્ધ ધરારથી મૈત્રી કરારમા સહી કરાવી લઇ તેણીને ગેરકાયદેસર  અટકાયતમા રાખી હતી. ત્યારબાદ પરિણીતા આરોપીની ચુન્ગાલમાંથી બહાર નીકળી હતી અને તેણી પોતાના ઘર પહોચી માતા સાથે ઓખા મરીન પોલીસ દફતર પહોચી હતી અને આરોપી સામે અપહરણ અને ધાક ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મરીન પોલીસે આરોપીની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here