ઘટસ્પોટ : હોળી-ધૂળેટીમાં કલર સ્પ્રે હોય છે ઝેરી, બાળકને અસર, ઓખાના વેપારી પિતા-પુત્ર સામે ફરિયાદ

0
689

જામનગર અપડેટ્સ : હોળી-ધૂળેટીના કલરમાં ઝેર મિશ્રિત કલર સ્પ્રેના છંટકાવથી બાળકને વિપરીત અસર થઇ હોવાનું સામે આવતા પોલીસે વેપારી પિતા-પુત્ર સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કર્યો છે. એફએસએલ અને ફોરેન્સિક લેબમાં કરાયેલ પરીક્ષણ બાદ વિગતો સામે આવતા પોલીસે વેપારી પિતા-પુત્ર સામેં ફોજદારી રાહે કાર્યવાહી કરી છે.

ઓખા મંડળના ઓખા ખાતે નવીનગરી લહેરી માતાના મંદીર પાછળ રહેતા ભાવેશભાઈ સોમાભાઈ તાવડીવાળાએ પોતાના પુત્ર મિતરાજ માટે દુકાનદાર નંદલાલભાઈ જેઠાભાઈ સુરજ તથા નરેશભાઈ નંદલાલભાઈ સુરજની માલિકીની દુકાનેથી ગત તા. ૨૯/૩/૨૦૨૧ના હોળી-ધૂળેટીના તહેવારના અનુસંધાને કલર રમવા માટે સ્પ્રે લઇ આપ્યો હતો. આ સ્પ્રેથી નવ વર્ષીય બાળક મીતરાજ રામ્યો હતો. શરીરના ભાગે કલર સ્પ્રે કરતા બાળકને વિપરીત અશર થઇ હતી અને દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ કલરમાં રહેલ જેરી તત્વના કારણે આ બાળકને અસર થઇ હોવાનો અભિપ્રાય બાંધ્યો હતો. જેને લઈને જે તે સમયે કલર સ્પ્રેનું સેમ્પલ લઇ પોલીસે એફએસએલમાં મોકલ્યું હતું. જેનો રિપોર્ટ તાજેતરમાં આવ્યો હતો જેમાં આ કલરમાં ઝેરી તત્વ ભેળવ્યું હોવાનું સામે આવ્યું હતું. મોટો ઘટસ્પોટ થતા ઓખા મરીન પોલીસે વેપારી પિતા પુત્ર સામે ઝેર હોવાનું જાણવા છતાં સ્પ્રેનું વેચાણ કરી બેદરકારી દાખવ્યાના આરોપ સાથે ફોજદારી નોંધી આગળની  કાર્યવાહી હાથ ધરી  છે. આ ફરિયાદના પગલે હોળી-ધૂળેટીમાં કલર વેચતા વેપારીઓ અને વિક્ર્તે તથા ફેરિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here