ઓખા : અરબી સમુદ્રમાં હવામાન પલટાયું ને બોટ ઉંધી વળી, શરુ થયો જીવન-મરણનો ખેલ, પછી થયુ આવું

0
1069

જામનગર અપડેટ્સ : અરબી સમુદ્રમાં એકાએક હવામાન ખરાબ થતા માછીમારી કરી રહેલ બોટ પર મુશ્કેલીના વાદળો આવી ચડ્યા હતા. જોતજોતામાં બોટ પાણીના હિલોળામાં સપડાઈ જતા ઉંધી વળી ગઈ હતા અને તમામ ખલાસીઓ ઉપર આભ અને નીચે જોજનો સુધી હિલોળા લેતા પાણીમાં ફસાઈ ગયા હતા કલાકો સુધી મોત સામે જજૂમ્યા બાદ ચમત્કાર થયોને તમામ ખલાસીઓના જીવ બચી ગયા હતા.

આજે ઓખા નજીકના અરબી સમુદ્રમાં એકાએક વાતાવરણ વેરી બન્યું હતું. એમાં માછીમારી કરતી અનેક બોટ સપડાઈ ગઈ હતી. ખરાબ હવામાનને કારણે માંગરોળ ફીસરીઝમાં રજીસ્ટર થયેલ જીજે ૨૫ એમએમ ૯૭૩૩૩ નંબરની બોટમાં પાણી ભરાઈ જતા બોટ ઉંધી વળી ગઈ હતી. હવે ખલાસીઓના માથે મોત જજુમવા લાગતા તમામ ખલાસીઓએ પોતાનો જીવ બચાવવા તરવા લાગ્યા હતા. જો કે અન્ય બોટમાંથી આ ઘટના અંગે કોસ્ટગાર્ડને સંદેશો મોકલી મદદનો હાથ લંબાવવામાં આવ્યો હતો. જેને લઈને કોસ્ટગાર્ડની એરીંજે શીપ તત્કાલીક લોકેશન પર પહોચી હતી અને તમામ ખલાસીઓને ઉગારી લીધા હતા. બચી ગયેલ તમામ ખલાસીઓએ કોસ્ટગાર્ડનો આભાર માન્યો હતો.

NO COMMENTS