ઓખા : ડબલ વજન લાદી દેવાતા અરબી સમુદ્રમાં ડૂબ્યું હતું ક્રિષ્ના સુદામા જહાજ, માલિક સામે ફરિયાદ

0
668

જામનગર અપડેટ્સ : ઓખા નજીકના અરબી સમુદ્રમાં ગત શનિવારે રાત્રે કચ્છથી આફ્રિકા તરફ રવાનાં થયેલ કાર્ગો વહાણ ડૂબી જતા તેના તમામ ખલાસીઓને બચાલી લેવામાં આવ્યા હતા. કચ્છથી રવાના થયેલ આ વહાણમાં નિર્ધારિત વજનની જગ્યાએ ડબલ વજન લોડ કરી દેવામાં આવતા આ ઘટનાં ઘટી હોવાની વિગતો સામે આવી છે. આ પ્રકરણમાં કસ્ટમની બેદરકારી પણ સામે આવી છે છતાં પણ માલિક સામે એફઆરઆઈ નોંધવામાં આવી છે.

ઓખા  નજીકના દરિયામાં દસ નોટીકલ માઈલ દુર અરબી સમુદ્રમાં ગત શનિવારે રાત્રે કચ્છના માંડવી બંદરથી રવાના થયેલ ક્રિષ્ના સુદામા નામનું કાર્ગો જહાજ ડૂબી ગયું હતું જેને લઈને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક બોટ સાથે જે તે જગ્યાએ પહોચી જહાજમાના ખલાસીઓને બચાવી લીધા હતા. દરમિયાન તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી જેમાં ૪૪૨ ટનની કેપેસીટી ધરાવતા આ કાર્ગો જહાજમાં ૯૦૫ ટન વજન ધરાવતો ખાંડ અને ચોખાનો  જથ્થો ભરી આફ્રિકાના દેશો તરફ રવાના કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ હતું. જેને લઈને કોસ્ટ ગાર્ડના કમાંડેન્ટ ગૌરવ ત્યાગીએ ઓખા મરીન પોલીસમાં જહાજના માલિક ચંદુલાલ મોનજીભાઈ રહે મુંબઈ અને મજીદભાઈ અબ્દુલભાઈ રહે બેટ વાળા સખ્સો સામે ઓવરલોડ વજન ભરી અન્ય ખલાસીઓની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરવા બદલ આઈપીસી કલમ ૩૩૬ મુજબ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ જેની સીધી જવાબદારી છે એવા કસ્ટમ વિભાગ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કેમ નહી. વહાણમાં ડબલ વજનનો સામાન લોડ થઇ ગયો અને કસ્ટમને ખબર પણ ન પડી ત્યારે કસ્ટમની કામગીરી પણ શંકાના અસ્થાને છે.

NO COMMENTS