દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા ખાતે સ્થાનિક કોર્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા એક કર્મચારી સાથે મોબાઈલ ફોન કોલ દ્વારા છેતરપીંડી કરવામાં આવી છે. ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવાની વાત કરી કોલર ગઠીયાએ કોર્ટ કર્મચારી પાસેથી જુદા જુદા ઓટીપી મેળવી લઇ કુલ અડધા લાખ ઉપરાંતની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. ચાલુ ફોન દરમિયાન જ કર્મચારીના સેલેરી એકાઉન્ટમાંથી બે વખત વખત જુદી જુદી રકમના ઓનલાઈન વ્યવહાર કરી આરોપીએ છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જેથી અમે પણ અપીલ કરીએ છીએ કે કોઈ ફોન અથવા રૂબરૂમાં પણ તમારા બેંક ખાતાનો પાસવર્ડ કે ઓટીપી મેળવવા પ્રયાસ કરે તો કોઈ પણ સંજોગોમાં ટાળવું.
ઓખા કોર્ટમાં એકાદ વર્ષથી આસીસટન્ટ (ક્લાર્ક) તરીકે ફરજ બજાવતા અનીલભાઇ ગોપાલભાઇ હરણ રહે- હાલમાં દ્વારકા રામપરા જલારામ સો.સા ની બાજુમા સુરાભાઇ મોરડાવના મકાનમાં તા. દ્વારકા મુળ રહે- રાજકોટ જુના માર્કેટયાર્ડની બાજુમા સાગરનગર શેરી નં-૨ તા .જી.રાજકોટ વાળા કર્મચારી સાથે છેતરપીંડી થઇ છે. કર્મચારીએ નોંધાવેલ ફરિયાદની અક્ષરસહ વિગત મુજબ,
ગઇ તા. ૨૩/૦૬/૨૦૨૩ ના રોજ હુ ઓખા કોર્ટે હતો તેવામા બપોરના કલાક ૦૩/૧૨ વાગ્યે મારા મોબાઇલ નં-૯૭૨૩૧૪૬૯૩૭ મા એક મોબાઇલ નં-૮૭૦૯૯૦૪૭૯૨ ઉપરથી ફોન આવેલ તેણે મને હીન્દી ભાષામાં જણાવેલ હતુ કે તમારા પાસે રહેલ એસ.બી.આઇ ક્રેડીટકાર્ડની લીમીટ વધારવાની હોવાનુ જણાવેલ હતુ અને મારી પાસે મારા એસ.બી.આઇ ક્રેડીટકાર્ડ નંબર માંગતા મે તેને મારા એસ.બી.આઇ ક્રેડીટકાર્ડ નં-૪૭૨૬ ૪૨૮૮ ૮૪૧૯ ૭૬૪૯ ના આપેલ હતા. બાદ આ હીન્દી ભાષમા વાત કરતા ભાઇએ મારી પાસે ક્રેડીટકાર્ડની પાછળના ભાગે આવેલ ૩ આંકડાનો સીવીવી નંબરમાંગેલ હતો. જેથી મે તેને આ નંબર ૩ આંકડાનો નંબર આપેલ હતો. આ નંબર આપતા મને એક ઓટીપી મારા મોબાઇલ નંબર ઉપર આવેલ જે ઓટીપી મેસેજ મે આ ફોન કરનાર ને જણાવેલો. જે ઓટીપી મેસેજ આપતાજ મારા ક્રેડીટકાર્ડ માથી રૂપિયા ૨૮૧૦૭ ની ખરીદી થયેલ હતી.
જેથી હુ તેને આ બાબતે તેને પુછુ તે પહેલા તરત જ ગુગલ પે મા એક નોટીફીકેશ ન આવેલુ અને આ તમામ ટ્રાન્જેક્શન દરમ્યાન ઉપરોક્ત લખાવેલા મોબાઇલ નંબર મા હીન્દી ભાષા બોલતા માણસ સાથે મારે ફોન ચાલુ હોય જેથીઆ ટ્રાન્જેક્શનની ખબર ન પડે તે માટે ગુગલ પે મા એક નોટીફીકેશન આવેલ છે તે ખોલો તેમ જણાવતા મે મારૂ ગુગલ પે એપ્લીકેશન ખોલી જોતાં તેમા મોબાઇલ નંબર દ્વારા એક નોટીફીકેશન આવેલ જેના છેલ્લા ચાર આંકડા ૨૬૮૧ હતા. અને જેમા ઉપર નામ રોહીત કુમાર લખેલ હતુ. જેથી મે આ ગુગલ પેના નોટીફીકેશન બાબતે પુછતા સામેથી હીન્દી ભાષા બોલતા વ્યક્તિએ જણાવેલ કે તમારા ક્રેડીટકાર્ડના વાર્ષીક ચાર્જના ૫૮૮ રૂપીયા કપાયેલ છે.
તે તમારા ગુગલ પે એકાઉન્ટમા રીફન્ડ કરવા માટે આ પ્રોસીઝર ચાલુ છે. જેથી પ્રોસીઝર ફોલો કરો જેથી તેણે મને પ્રથમ વાર મોકલેલ ચાર આંકડાનો કોડમા ગુગલ પે દ્વારા પ્રોસીઝર ફોલો કરતા પહેલીવારમા રૂપિયા ૯૮૯૮ મારા ખાતા માથી કપાઇ ગયેલા જેથી મે આ સામાવાળા વ્યક્તિ ને આ બાબતે પુછતા તેણે જણાવેલ કે, તમને ગુગલ પે મા બીજો ચાર આંકડાનો કોડ મોકલેલ છે. તેની પણ પહેલાની જેમ પ્રોસીઝર પુરી કરો. જેથી તમામ રૂપીયા અને ક્રેડીટકાર્ડનો વાર્ષિક ચાર્જ રીફન્ડ થઇ જશે. જેથી મે બીજીવાર આપેલ ચાર આંકડાનો કોડ ગુગલ પે મા નાખી ફરીથી પ્રોસીઝર ફોલો કરતા ફરીથી મારા ગુગલ પે એકાઉન્ટ માથી રૂપિયા ૧૯૯૯૬ કપાઇ ગયેલ અને આ બાબતે મે તેને પુછતા તેણે જણાવેલ કે, હજુ ત્રીજો કોડ આવશે તેની પ્રોસીઝર કરો એટલે તમામ રૂપીયા પાછા જમા થઇ જાશે. પરંતુ ગુગલ પે સાથે કનેક્ટ મારૂ એસ.બી.આઇ સેવીંગ્સ ખાતા એકાઉન્ટ નં-૩૩૬૬૨૭૦૩૦૬૩ મારૂ સેલેરી એકાઉન્ટ હોય જેથી મને મારી સાથે કોઇ ફ્રોડ થતુ હોય તેવુ લાગતા મે ત્રીજીવાર ટ્રાન્જેક્શન કરેલ નહી. બાદ મે આ બાબતે સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર- ૧૯૩૦ મા મારી ફરીયાદ કરી અને સ્થાનિક પોલીસમાં વિધિવત ફરિયાદ દાખલ કરાવી હતી.