MLAનો પગાર નહિ લઉં, પ્રજા દ્રોહ નહિ કરું-મનોજ કથીરીયા જ

0
1732


જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં અનેક કરોડપતિ ઉમેદવારો મેદાને ઉતર્યા છે આ ઉમેદવારો પૈકીના જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજભાઈ કથીરિયા તમામ ઉમેદવારોથી થી અલગ કરી આવ્યા છે. લોકોની પીડાને સાચી રીતે સમજનાર કોંગ્રેસના ઉમેદવાર મનોજભાઈએ સોગંદનામુ કરી જાહેરાત કરી છે કે જો હું ચૂંટાઈ જઈશ તો ધારાસભ્યોને મળતો પગાર નહીં લઉં અને પક્ષ દ્રોહ નહીં કરું, સાથે સાથે તેઓએ એ પણ જણાવ્યું છે કે હંમેશા લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોને વાચા આપતો રહીશ.

જામનગર શહેરની દક્ષિણ બેઠકના કોંગ્રેસના યુવા ઉમેદવાર મનોજ કથીરિયાએ છેલ્લા એક સપ્તાહના ગાળામાં ઝંઝાવાતી લોક સંપર્ક કરી તમામ વોર્ડમાં અને ગલીએ ગલીએ લોકચાહના ઉભી કરી છે. દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથીરિયાએ આ લોક ચાહનામાં વધુ એક છોગુ ઉમેર્યું છે. જિલ્લાની પાસે બેઠકો પૈકીના આ એક એવા ઉમેદવાર છે કે તેને સોગંદનામુ કરી જાહેરાત કરી છે કે જો પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવશે તો મહિને મળતો લાખ રૂપિયા નો પગાર નહિ લ્યે, બીજી તરફ પક્ષમાંથી ચૂટાતા ધારાસભ્યો અન્ય પક્ષમાં ભળી જાય છે તેથી સીધી રીતે પ્રજાદ્રોહ થાય છે. ‘જો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો કોંગ્રેસનો વફાદાર સૈનિક બનીને રહીશ અને પ્રજાદ્રોહ ક્યારેય નહીં કરું’ એવી પણ તેઓએ સોગંદનામાં ખાતરી આપી છે.


દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે કરેલ સોગંદનામાં ભાત બેઠક પરના મતદારોએ તેઓ તેઓની આ ખાતરીને વધાવી લીધી છે અને સહકાર આપવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથીરિયાના આ સોગંદનામાં બાદ અન્ય પક્ષો અને ઉમેદવારોમાં હડકંપ મચી ગયો છે. તો ઝંઝાવતી લોક સંપર્ક દરમિયાન દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ટૂંકા જ ગાળામાં બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર મનોજભાઈ કથીરિયાના વિજય વધામણાંની કેડી કંડારાઈ ગઈ છે.

જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથીરિયાએ સુગંધ નામમાં જે દાવો કર્યો છે તે અહીં અક્ષરસહ પ્રસ્તુત છે..

:: સોગંદનામું ::
આથી હું મનોજભાઇ ગોરધનભાઈ કથીરીયા વિધાનસભા-૭૯ જામનગર શહેર ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવાર છું. સોગંદનામું કરૂ છું કે,ડીસેમ્બર-૨૦૨૨ વિધાનસભાની ચુંટણીમાં હું જીત્યા પછી ધારાસભ્યને મળતો પગાર નહીં લઉં, તેમજ વિધાનસભા અધ્યક્ષને પગાર ન આપવા માટેની અરજી કરીશ.અને હું નિષ્ઠા પૂર્વક પ્રજા ઉપયોગી કાર્ય કરીશ.ડીસેમ્બર-૨૦૨૨ માં ચુંટણી જીત્યા બાદ હંમેશા પ્રજાની સાથે રહીશ, તેમજ પ્રજા દ્રોહ નહીં કરૂં, ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટી સિવાયની બીજી કોઇપણ પાર્ટીમાં ચુંટણી લડવા માટે રાજીનામું નહીં આપું કે અન્ય કોઇ પક્ષમાં પણ જોડાવા માટે રાજીનામું નહીં આપું.
ઉપરોકત હકિકત સત્ય અને ખરી છે, જે હું મારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરૂ છું. ખોટુ સોગંદનામું કરવું એ ફોજદારી ગુનો છે, જેની મને જાણ છે.
સ્થળ : જામનગર.
મનોજભાઇ ગોરધનભાઇ કથીરીયા

NO COMMENTS