મેં મંત્રીને ક્વોટ કરી લખ્યું જ નથી પણ યોગ્ય સમયે હું ઘણું બધું બોલવાનો છું : પરિમલ નથવાણી

જંગ અભી જારી હે : જામનગરમાં એક સપ્તાહથી રચાયેલ માહોલ તો હજુ શરૂઆત છે આગામી સમયમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ

0
2621

જામનગર : જામનગર જીલ્લામાં હાલ રચાયેલ સમીકરણોને લઈને મુદ્દો રાજ્ય વ્યાપી બની ગયો છે. પ્રસાર-પ્રચાર માધ્યમોમાં એસપી દીપેન ભદ્રનની નિમણુક, જયેશ પટેલની માફિયાગીરી અને મંત્રી હકુભા જાડેજા સામેના સંગીન આક્ષેપ, આ તમામની વચ્ચે રાજ્ય સભાના સાંસદનું જામનગરમાં ફેલાયેલ ગુંડારાજ અને પોલીસ અંગેના સોશિયલ મીડિયા પરનાં નિવેદન બાદ મામલો વધુ ગરમાયો, રાજ્ય મંત્રીએ પ્રેસમીટીંગ કરી પોતાની પોતાની સ્વચ્છ છબી રજુ કરવાનો પ્રયાસ કર્યો, મંત્રીના નિવેદન બાદ આજે વી ટીવી સાથેના ઇન્ટરવ્યુમાં રાજ્ય સભાના સાંસદ અને રીલાયસ કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ અનેક બાબતે સ્પષ્ટતા કરી છે.

આજે વી ટીવી સાથેના એક ઇન્ટરવ્યુમાં બોલતા રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું હતું કે જામનગરની પ્રજા હાલ માફિયાઓના આતંકથી પરેશાન છે. માફિયા બની ગયેલ જયેશ માફિયાથી ત્રસ્ત જામનગરની પ્રજાવતી બોલું છું. હાલ જામનગરનું વાતાવરણ એવું છે કે જે કમાય છે તે તમામમાં ભય છે. બીજી તરફ જયેશ પટેલ સામે ફરિયાદોનો ઢગલો હોવા છતાં પોલીસે કશું કર્યું જ નથી. પોલીસની કામગીરી સામે શંકાઓ કરી આજે પણ કહ્યું કે પોલીસે કશું કર્યું જ નથી. હું માત્ર જામનગરની કાયદા પ્રિય પ્રજા માટે બોલી રહયો છું. જયેશ પટેલની માફિયાગીરી અંગે મારી પાસે અનેક લોકોએ ફરિયાદ કરી છે. જામનગરમાં માફિયાની સ્થાનિક લોકલ ગેંગ જયેશને માહિતી આપતા હતા કે આ વેપારી કે આ બિલ્ડર આટલું કમાયો છે. ત્યાબાદ જયેશ જે તે વ્યાપારી અને બિલ્ડરને ધમકાવતો આવ્યો છે. આ વાતાવરણને લઈને ટ્વીટ કર્યું હોવાનો ખુલાસો તેઓએ કર્યો છે. પોલીસ ધારે તે કરી શકે છતાં પણ જયેશ સામે કાર્યવાહી થઇ નથી એ સ્પષ્ટ છે જેને લઈને નથવાણીએ પોલીસની શંકાસ્પદ ભુમિકાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

 એસપીની જામનગરમાં બદલીને આવકાર આપતા ટ્વીટ અંગે જણાવ્યું કે ભદ્રન સાહેબની નિમણુકને મેં એટલે આવકાર આપ્યો છે કે વ્યાપારી આલમમાં ફેલાયેલ ભય દુર થશે એવો આશાવાદ છે. રેંજ આઈ વિષે કરેલ આક્ષેપને લઇ ને તેઓએ જણાવ્યું હતું કે આઈજી પણ નવા એસપીને સપોર્ટ કરે, બસ તેથી વધુ મારે કઈ કહેવું નથી.

મંત્રી હકુભા જાડેજાની પ્રેસકોન્ફરન્સ અને ત્યાબાદના નથવાણીના દૂધનું દૂધ…વાળા ટ્વીટના પ્રશ્ન જવાબમાં સાંસદ પરિમલ નથવાણીએ સ્પષ્ટ કર્યું કે મેં મંત્રીને ક્વોટ કરીને કઈ લખ્યું જ નથી. મેં માત્ર જામનગરમાં ફેલાયેલ ભયભીતતાના અનુસંધાને જ લખ્યું છે. જામનગરમાં ભયનો માહોલ છે ત્યારે મંત્રીશ્રી કહે છે કે મારે કોઈની સાથે સાંઠગાઠ નથી..  તો આ બાબતે મારે કશું કહેવું નથી તેઓએ જ કહ્યું છે કે હું ગુનેગાર હોવ તો બતાવજો..આ બાબતમાં હું પડવા નથી માગતો, આ બાબત ચોક્કસ બહાર આવશે જ અને યોગ્ય સમયે હું ઘણું બધું બોલવાનો છું. અંતે પરીમલ નથવાણીએ કહ્યું કે માંફીયારાજ અંગે મેં સીએમ અને પીએમઓનું ધ્યાન દોર્યું છે હાલ જામનગરમાં ક્યારેય ન થયો હોય એવો ભયનો માહોલ ઉભો થયો છે. જમીન માફિયા જયેશ પટેલના ગુંડાઓની ગેંગમાં અમુક ચોક્કસ જ્ઞાતિઓની સંડોવણી અંગેના આક્ષેપ અંગે સાંસદ નથવાણી એ કહ્યું કે ગુનેગારોને કોઈ નાતજાત ન હોય, ગુનેગાર સમાજનો દ્રોહી જ હોય છે. વાત કાર્યવાહીની આવે છે ત્યારે વાતને કોમ્યુનીટી સાથે જોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ સક્ષમ છે અને ધારે તો બધી જ કાર્યવાહી કરી શકે છે. એમ પણ અંતે નથવાણીએ જણાવ્યું છે.

NO COMMENTS