કોરોના વચ્ચે પરીક્ષા નહી, આયુર્વેદ યુની. સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

0
630

જામનગર : કોરોના સંક્રમણ વચ્ચે સૌથી માંથી દશા વિદ્યાર્થીઓની થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની પરીક્ષા લેવાનો વિવાદ હજુ સમયો જ છે ત્યાં આજે જામનગરથી આયુર્વેદ યુનીવર્સીટીની પરીક્ષાને લઈને વિરોધ સામે આવ્યો છે. આજે એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા આ મામલે સતાધીશોને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સંગઠન એબીવીપી જયારે આવેદન આપવા પહોચ્યું ત્યારે યુનીવર્સીટીના સતાધીસો વચ્ચે ઉગ્રતા જોવા મળી હતી. એક તબ્બકે વાઈસ ચાન્સેલર ઓફીસ છોડી ચાલ્યા ગયા હતા. આ મામલો થાળે પડ્યો ત્યાં એનએસયુઆઈના કાર્યકરો યુનીવર્સીટી પહોચ્યા હતા અને આગામી માસમાં જે પરીક્ષાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તે પરીક્ષાઓ મુલતવી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમકે દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વિદ્યાર્થી સંગઠનો  ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા મૌકુફ રાખવાની માંગણી કરી છે.

NO COMMENTS