જામનગર અપડેટ્સ : ક્યારેક ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તો ક્યારેક યુનિવર્સીટીની કોઇ કોલેજ, કોઈને કોઈ બાબતે ચર્ચાનું કેન્દ્ર બનતી આવી છે. આ વખતે બંને એકબીજાના નિર્ણયને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વાત છે એલએલબીની પરીક્ષા અને ત્યારબાદ આવેલ પરિણામની,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એલએલબીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ચોક્કસ સેમની પરીક્ષા લેવાયા બાદ પરિણામ જાહેર થયું હતું. પરિણામ આવ્યા બાદ રાજકોટની ગીતાંજલી કોલેજના 30 વિદ્યાર્થીને સામુહિક રીતે નપાસ જાહેર કરાયા હતા. એક ચોક્કપ
ગીતાંજલી કોલેજ 30વિદ્યાર્થીઓ ની LLB સેમેસ્ટર ના 1પેપર ની પરીક્ષા લેવાનુ જ ભૂલી ગઈ છે. કોલેજની આ ભૂલના કારણે 30 વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર થતાં 30વિદ્યાર્થીઓ નાપાસ જાહેર કરવામાં આવતા હોવાળો મચી ગયો છે.
LLB સેમેસ્ટર 2માં 100માર્કસ નુ યૂજ ઓફ ઇંટરનેટ ઇન લીગલ એજયૂકેશનનુ પેપર હતુ પરંતુ કોલરજ દવારા આ પેપર જ લેવામાં ન આવતા તમામ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. કોલેજ ના સંચાલકો એ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો પણ તે પ્રયાસ સફળ થયો ન હતો.
ગીતાંજલી કોલેજના સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને ભોગવવામાં આવ્યો છે.