નફ્ફટ : વગર ભાડે ધંધો કરવા આપેલ ખેડૂતની દુકાન બંધુઓએ પચાવી પાડી, ઉપરથી રૂપિયા માંગ્યા

0
2133

જામનગર : જામનગરમાં બે શખ્સોએ કાલાવડ પંથકના એક આસામીની દુકાન પચાવી પાડી હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. એક પણ રૂપિયો ભાડું લીધા વગર આપેલ દુકાન આરોપીએ પોતાના ભાઈને કબજે કરી દીધી હતી. આ શખ્સે દુકાન ખાલી કરવા મૂળ માલિક પાસે રૂપિયા માંગતા મામલો સામે આવ્યો છે.
પોલીસે બંધુઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા સબબના ધારાઓ મુજબ ફરિયાદ નોંધી છે.

લોકડાઉન વખતે રણજિત સાગર રોડ પરની ફાઇલ તસ્વીર

જમીન પચાવી પાડવા સબબ બનાવાયેલ નવા કાયદા મુજબ જામનગરમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળીયા ગામે રહેતા રમેશભાઇ તુલસીભાઇ વાદીએ પોતાની જામનગરમાં સર્વોદય સોસાયટીમાં આવેલ સીટી સર્વે શીટ નં.૩૪૨ સી.સ.નં.૫૨૦૯ વાળી પુર્વ તરફની પહેલી દુકાન વર્ષ 2017માં સાધના કોલોની બ્લોક નં.M-૪૮/૩૮૩૬ રણજીત સાગર રોડ પર રહેતા ભરત સવજીભાઇ વઘાસીયા નામના શખ્સને વગર ભાડે આપી હતી. સમય જતાં આ શખ્સ દુકાન પોતાના સુરતમાં રહેતા ભાઈ લલીતભાઇ સવજીભાઇ વઘાસીયાને સોંપી દીધી હતી.
રમેશભાઈની જાણ બહાર જ આરોપી દુકાન ભરતભાઈએ પોતાના ભાઈને સોંપી દઈ જામનગર છોડી દીધું હતું. જેની જાણ થતાં રમેશભાઈ જામનગર આવી લાલિતભાઈને દુકાન ખાલી કરી દેવા કહ્યું હતું. જેની સામે લાલિતભાઈએ ખાલી કરવા રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા સાત લાખની કિંમતની 110 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતી દુકાન ખાલી નહિ કરતા મામલો પોલીસ દફતર પહોંચ્યો હતો. આરોપી લલીત આ દુકાન ખાલી કરતો ન હોય અને ગેરકાયદેસર કબ્જો રાખી પૈસા પડાવવાની કોશીશ કરતો હોવાનું સામે આવતા પોલીસે બંને ભાઈઓ સામે એકબીજાને મદદગારી ધી.ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત)વિધેયક ૨૦૨૦ ની કલમ.૨(ચ), ૩,૪(૨)(૩),૫(ગ)(ચ) મુજબ ફરિયાદ નોંધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here