ખૂની ખેલ : અનૈતિક સંબંધની આડમાં પ્રેમી-પત્નીએ મળી યુવાનનું ઢીમ ઢાળી દીધું

0
782

રાજકોટ : જસદણ તાલુકાના ખાનપર ગામે બે દિવસ પૂર્વે હત્યા નિપજાવી ફેંકી દેવાયેલ યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલું નાખ્યો છે. હત્યાનો ભોગ બનેલ યુવાનની પત્નીને અન્ય યુવાન સાથેના અનૈતિક સંબંધમાં હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાશળ કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું છે.

બે દિવસ પૂર્વે રાજકોટના જસદણ તાલુકાના ખાનપર ગામે હરેશ સોમાભાઈ કિહલા, ઉવ 32 નામના પાન-મસાલાની દુકાન ધરાવતા યુવાનનો હત્યા નિજાવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ નજીકથી યુવાનનો મોબાઈલ અને પાકિટ મળી આવ્યા હતા. દરમિયાન પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકની પત્ની પર શંકા જતા પોલીસે તેણીની ઉલટ તપાસ હાથ ધરી હતી.

સંતાનમાં બે પુત્ર ધરાવતી પરિણીતા અને મૃતકે પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ પાછળથી તેણીની રેખાને દિનેશ ઉર્ફે મહેશ મકવાણા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેણીના આ જ અનૈક્તિક સંબંધ યુવાનની હત્યાના કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે રેખા અને દિનેશ મકવાણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS