કેન્સર મટાડી દેવા મુંજાવરે વિધિ કરી, કોરોના મટાડવા ફેલાવ્યો ભ્રમ, બીજી પણ વિધિ કરતો હતો, જાણો કેવી છે માયાઝાળ ?

0
1019

જામનગર અપડેટ્સ  : જામનગરમાં કિસાન ચોકમાં ચૂનાના ભઠ્ઠા પાસે રહેતો એક મુંજાવર દોરા ધાગા કરી નિર્દોષ નાગરિકો પાસેથી પૈસા પડાવતા વિજ્ઞાન જાથાની ટીમેં એક દર્દી મોકલી  પાંખડી મુંજાવરને પકડી પાડ્યો છે. દરગાહનું પાણી પીવાથી કોરોના મટે છે અને કોરોનાની રસી અંગે ભ્રામકતા ઉભી કરી હતી. જાથાએ લેખિતમાં મુંજાવર પાસે કબુલ કરાવી આવું ભવિષ્યમાં નહી કરે એવી ખાતરી આપી હતી.

જામનગરમાં ન્યુ જેલ રોડ પર પાણીના ટાંકા પાસે રહેતા વલીમાંમદભાઈ કાસમભાઈને મુંજાવર બોદું અલ્લારખાએ કેન્સર મટાડી દેવાનો વાયદો કરી વિધિ કરવાની  સલાહ આપી હતી. આ સખ્સ દોરા-ધાગા અને ઢોંગ-ધતિંગ અને મેલી વસ્તુ કાઢવા સહિતની અનેક ખોટી પ્રવૃત્તિ કરતો હોવાની વિજ્ઞાન જાથા પાસે હકીકત પહોચી હતી. દરમિયાન આજે જાથાની ટીમે સાથે રહી વલીમામદભાઈની કેન્સર મટાડવા માટેની વિધિ કરવા તેના જ ઘરે રાખી હતી. રીક્ષા ચાલક મુંજાવર દર્દીના ઘરે વિધિ ચાલુ કરી કે તુરંત પોલીસને સાથે રાખી જાથાની ટીમ પહોચી હતી અને મુંજાવરને વિધિ કરતા રોક્યો હતો. જાથાની ટીમે મુંજાવર પાસેથી હવે પછી આવી વિધિ નહિ કરે એવી ખાતરી  આપતું લખાણ કરાવ્યું હતું.

કેવી વિધિ કરી મુજાવરે ? કેટલા રૂપિયા લીધા ?

જામનગરના કેન્સરના દર્દીએ વિજ્ઞાન જાથાના કાર્યાલયે માહિતી આપી તેમાં મુંજાવરે કેન્સરનું દર્દી મટી જશે, ઘરમાં મેલી વસ્તુ પડેલી છે તે કાઢવી પડશે તેવું જણાવીને મુનજાવરે દર્દી પાસેથી રૂપિયા વીસ હજાર રોકડા લઇ લીધા હતા. દરમિયાન મુન્જાવરે ઘરમાં ખાડો ખોદાવ્યો હતો અને એ ખાડામાં મુંજાવર લીલો–લાલ દોરો મુકતા આબાદ પકડાઈ ગયો હતો.


રીક્ષા ચાલક બની ગયો મુંજાવર

મુંજાવર પોતાને છેલ્લા ૧૦ વર્ષથી દાવલશા પીરનો મુંજાવર છે તેવું લોકોને કહેતો હતો. વિધિના રૂા. ૫,૦૦૦/- થી માંડીને એક લાખ વસુલતો હોવાનું જાથાએ જણાવ્યું છે. તે વિધિ-વિધાનમાં મેલી વસ્તુ કાઢી આપવામાં નિષ્ણાંત છે અને અસાધ્ય રોગ મટાડી આપે છે એવો ભ્રમ ઉભો કર્યો હતો. આ ઉપરાંત તાવીજ બનાવી આપવા પેટે રૂા. ૧૦૦ થી રૂા. ૧,૦૦૦ વસૂલતો હોવાનું પણ સામે આવ્યું છે.

વા થી લઇ કોરોના…તમામની દવા કરતો હતો

બિમાર વ્યક્તિને દરગાહ-પીરનું મંત્રેલું પાણી આપવું. ઈલમથી સાજા કરવા. ભૂત, પિશાચ, વળગાડ, મામા, ખવીશ કાઢવા દર્દીને મીરા દાતાર, ચૌકસ દરગાહમાં સાથે મુંજાવર જઈને વિધિ-વિધાન કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દરગાહનું પાણી પીવડાવવાથી કોરોના અને બિમારી ભાગે છે તેનો વિધિ-વિધાન પણ મુંજાવરે જાહેર કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here