જામનગર અપડેટ્સ : જામનગર શહેર સહિત જિલ્લાભરમાં કોરોના મંદ પડ્યો છે પરંતુ મ્યુકોરમાયકોસીસ બીમારીના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આ બીમારીમાં ગઈ કાલે વધુ એક યુવાન દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. જેને લઈને મૃત્યાંક છ થયો છે. બીજી તરફ કોરોનાના દર્દીઓમાં સતત ઘટાડો થતા આરોગ્ય વિભાગે રાહતનો દમ ખેચ્યો છે. પરંતુ હાલ જે દર્દીઓ સારવાર હેઠળ છે તેની હાલત ગંભીર ગણાવી છે.
જામનગર જિલ્લામાં કોરોનાના મામલે આજે પણ ગુડ ન્યુઝ મળ્યા છે. સમગ્ર જીલ્લા માં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે, અને કોરોનાના વળતા પાણી થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિનપ્રતિદિન નીચે ઊતરતો જાય છે, અને જામનગર જીલ્લામાં ત્રણ દિવસ થી કોરોના પોઝિટિવ કેસ ૫૦ ની અંદર નોંધાયા છે.તેમજ મૃત્યુનો દર આજે પણ સિંગલ ડિજિટ માં રહ્યો છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરકારી જી.જી.હોસ્પિટલમાં કુલ ૦૯ દર્દીઓ ના મૃત્યુ થયા છે. કોરોના ના કેસ મામલે વધુ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓનો આંકડો છેલ્લા એક સપ્તાહ થી માત્ર ડબલ ડિઝીટમાં અને તેમાંય ૫૦ ની અંદર આવી ગયો છે. ઉપરાંત દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા અનેક ગણી થઈ છે.
છેલ્લા ૨૪ કલાક માં જામનગર શહેરના ૨૦ અને ગ્રામ્યના ૧૧ સહિત ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૨૮૫ અને ગ્રામ્યના ૩૨ મળી ૩૧૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના નો પ્રકોપ ખુબજ ઘટતો જોવા મળી છે. બીજી તરફ મ્યુકોરમાયકોસીસની બીમારીના દર્દીઓ સતત વધી રહ્યા છે. હાલ જીજી હોસ્પિટલમાં ૧૩૯ દર્દી સારવાર હેઠળ છે જયારે ગઈ કાલે રાજકોટથી રીફર થયેલ જોડિયા તાલુકાના બાદનપર ગામના દિનેશ દેવશી ભીમાણી ઉવ ૩૭ નામના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. દરરોજ પાંચ થી છ ઓપરેશન કરવામાં આવે છે એમ જીજી હોસ્પિટલ અધિક્ષક તિવારીએ જણાવ્યું હતું. જયારે કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ જીજી હોસ્પિટલમાં પૂરી તૈયારીઓએ કરી દેવામાં આવી છે. એમ તેઓએ ઉમેર્યું હતું.