મોરબી: 6૦૦ કરોડનું ડ્રગ્સ જ્યાંથી મળ્યું તે ઘર માલિક કોણ ?

0
3273

જામનગર : મોરબીના ઝીંઝુડા ગામેથી પકડાયેલ ૬૦૦ કરોડના ડ્રગ્સ બાદ આરોપીઓની વિગતો મેળવવામાં આવી છે. જે ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો તે સમસુદ્દીન પીરજાદા ઉર્ફે બાપુ મૂળ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાનો છે. ઝીઝુડા ગામમાં તેનું મોશાળ છે. છેલ્લા દોઢ વર્ષથી અહીં સ્થાઈ થયેલ બાપુ અહી દોરાધાગા કરી સમાજને ખોખલો કરવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓ વચ્ચે કેવી રીતે સબંધો બંધાયા ? તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી રહી છે. દેશના યુવાધનને બરબાદ કરવાના કરતુતની સાથે અહીથી દેશદ્રોહી  પ્રવૃત્તિઓ થતી હતી કે કેમ ? તેનો તાગ મેળવવા એટીએસ સહિતની એજન્સીઓએ તપાસ લંબાવી છે.

અમદાવાદ એટીએસની ટીમે ગત રાત્રે મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામે દરોડો પાડી અહી રહેતા સમસુદ્દીન હુસૈનમિયા સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા બનતા મકાનમાંથી ૬૦૦ કરોડ  રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. એટીએસની ટીમે પીરજાદાની સાથે સલાયાના ગુલામ હુસૈન ભગાડ અને જામનગરના જોડિયાના મુખ્તાર હુસૈનને પણ ઉઠાવી લીધા હતા. પાકિસ્તાનથી વાયા અરબી સમુદ્ર વાટેથી જે જથ્થો સલાયાથી આવ્યો હતો તે જ કન્સાઇન્મેન્ટનો આ ભાગ હોવાનું સામે આવ્યું હતું. અહીંથી આ જથ્થો અન્ય દેશમાં મોકલવાનો હોવાનું પોલીસ કહી રહી છે. ત્યારે પકડાયેલ આરોપીઓ અંગે જામનગર અપડેટ્સની ટીમ દ્વારા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં આરોપી સમસુદ્દીન અંગે સનસનીભરી વિગતો સામે આવી હતી.

આરોપી સમસુદ્દીન ઉર્ફે પીરજાદા બાપુ મૂળ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના મિયા ખીજડીયા ગામનો વતની છે. ઝીંઝુડામાં આરોપીનું મોસાળ રહે છે. પિતા ગુજરી ગયા બાદ માતા અને પુત્ર પીરજાદા અહી આવી છેલ્લા દોઢ-બે વર્ષથી તે અહી આવી ગયો હતો અને અહી દોરાધાગાનો ધંધો શરુ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેના નિકાહ પણ થઇ ગયા છે અને આમ તો સીધો સાદો લાગતો હતો, દોરાધાગા કરતો હોવાથી અસામાજિક સખ્સો સાથે સંપર્ક થયા હોવાનું ગ્રામજનોએ ઉમેર્યું હતું. બીજી તરફ સલાયા અને જોડીયાના સખ્સો દોરાધાગાથી એક બીજાના પરિચયમાં આવ્યા છે કે અન્ય કોઈ રીતે તે જાણવા અને આ સમગ્ર રેકેટની વધુ કડીઓ મેળવવા પોલીસે આરોપીઓની પૂછપરછ શરુ કરી છે.

આરોપી મકાન માલિક અંગે ગામ આગેવાન શુ કહે છે ? સાંભળો…

NO COMMENTS