બાપુ, અમારી નહી, દ્વારકાધીશની માફી માંગવી જ પડશે : કાન્હા વિચાર મંચ

0
1273

દ્વારકા : મોરારીબાપુએ ઉતરપ્રદેશની કથા વખતે કૃષ્ણ, રાધા, બલરામ અને તેના પરિજનો અંગે કરેલા સાંયોગિક આક્ષેપને લઈને કાન્હા વિચાર મંચ રોષે ભરાયો છે. આદરણીય પૂજય મોરારીબાપુ દ્વારકા આવી પોતાના કથન અંગે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ જુકાવી, ભગવાનની માફી માંગે એમ સ્પષ્ટ કર્યું છે. મંચ દ્વારા સ્પષ્ટતા કરવા પાછળનું કારણ એ દર્સાવ્યું છે કે પૂજ્ય મોરારી બાપુ આદરણીય છે અને ખાસ તો સાધુ સમાજમાંથી આવે છે. આહીર સમાજ તો સાધુ-બાવાજી સહિતના સમાજને હમેસા આદરની સાથે આસરો આપતો આવ્યો છે. તેથી કોઈ સમાજ કે વ્યક્તિગત નહિ પણ પૂજ્ય બાપુ, દ્વારકા આવી ખુદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માફી માગે એ યોગ્ય રહેશે અને લાયક પણ, બીજી તરફ મંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જગતતાત બલરામ ૨૪ કલાક દારૂના નશામાં, કૃષ્ણ વંશજ ચોરીઓ કરતા અને ભગવાન ધર્મ સ્થાપના કરવામાં નિષ્ફળ ગયા છે એ પુરવાર કરે, એ પણ પૌરાણિક સાસ્ત્રોની નોંધને ધ્યાને રાખીને, બાકી જેવા શ્રોતા એવું પ્રવચન ક્યારેય ચાલશે નહિ. ઓનલાઈન કથામાં આપના દ્વારા ઉચ્ચારવામાં આવેલ માફીનામા બાબતે કાન્હા વિચાર મંચ હજુ પોતાના નિર્ણય પર કાયમ જ છે, જો દસ દિવસમાં પરમ કૃપાળુ દ્વારિકાધીશના ચરણોમાં માફી માંગવામાં નહિ આવે તો ચોક્કસથી પંચજન્ય ફુકવામાં આવશે જ,

NO COMMENTS