મીઠાપુર: અન્ય સાથે લગ્ન થયા પછી સખ્સે રીલેશનશીપમાં રહેલ યુવતીની જીંદગી ધૂળધાણી કરી નાખી

0
612

જામનગર: લગ્ન પહેલાનો પ્રેમ અને રીલેશનશીપ વખતે ના પાડવાની ના નહિ પાડનાર યુવતીઓ માટે ચોકાવનારો કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી સામે આવ્યો છે. લગ્ન બાદ સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ કરી સખ્સે તેણીના ફોટા વિડીઓ અપલોડ કરી દેતા ડીપ્રેશનમાં આવેલ યુવતીએ ન કરવાનું કરી નાખ્યું, લગ્ન પૂર્વેના સબંધો યુવતીને કેમ આપઘાત તરફ દોરી ગયા? શું કર્યું આરોપીએ જેથી યુવતીને અંતિમ પગલું ભરવું પડ્યું ? જાણીએ વિગતવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામે ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પતિએ સમગ્ર ઘટના અંગે મીઠાપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. ટાટા કંમ્પનીમા કોન્ટ્રાકટરમા નોકરી કરતા પતિએ મીઠાપુર પોલીસ દફતરમાં પોતાની પત્નીને મરવા મજબુર કરાઈ હોવાની પરપ્રાંતીય સખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, પોતાના લગ્નના એક વર્ષ પૂર્વે પત્નીને ગાજીયાબાદ ઉતરપ્રદેશના આરોપી રાજીવ ઉર્ફે વિક્કી સાથે રીલેશનશીપ હતી. આ સબંધ દરમિયાન આરોપીએ તેણી પાસેથી એનકેન પ્રકારે તેમના મોડલીંગ ફોટા તથા કપલ ફોટા તથા બીભસ્ત ફોટા તથા વીડીયો મેળવી લીધેલ હતા.

લગ્ન બાદ આરોપીએ નોકરિયાતની પત્નીના ફોટા અમીતજી નામની ફેસબુક આઇ.ડી.મા થી સોસીયલ મીડીયા દ્વારા ફોટા/વીડીયો વાયરલ કરી દીધા હતા. જેનાથી તેણીની સમાજમા બદનામી થઇ હતી. પોતાની બદનામી સહન નહી થતા નોકરી કરતા યુવાનની પત્નીએ કંટાળી જઇ પોતાની જાતે ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આરોપી વિક્કીએ તેણીના ફોટા તથા વીડીયો સોસીયલ મીડીયામા વાયરલ કરી મરી જવા માટે મજબુર કરી હતી. મીઠાપુર પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ કિસ્સો સમાજ માટે લાલબતીરૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here