મીઠાપુર: વકીલનો કાઠલો પકડી માર મારતો સખ્સ, ધમકી આપી લટકામાં, કેમ બનાવ બન્યો ?

0
1180

જામનગર : ઓખામંડળના મીઠાપુર નજીકના આરંભડા ગામે એક વકીલનો કાઠલો પકડી ઝપાઝપી કરી એક આરોપીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. નગરપાલિકાનું ટ્રેક્ટર રોડ વચ્ચે રાખી બેસેલ આરોપીને રસ્તો ખુલો કરવા કહેતા આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં આરંભડા ગામે જય અંબે સોસાયટીમાં નવા ખારવા સમાજની બાજુમાં રહેતા અને વકીલાત સાથે સંકળાયેલ હસમુખભાઈ દેવાભાઈ વાઘેલા ગત તા. ૨૮/૮ના રોજ બપોરે બે  વાગ્યે સોસાયટી તરફ જતા હતા ત્યારે કેવલ સો રૂમ તથા સુરાપુરાની દેરી વચ્ચે રોડ વચ્ચે નગરપાલિકાનું ટ્રેક્ટર પડ્યુ હોવાથી તેઓએ હિમતભાઈ ઉર્ફે હેતાભાઈ વિઠલાણીને ટ્રેક્ટર હટાવી લેવા કર્હ્યું હતું જેના જવાબમાં હિમતભાઈએ ઉશ્કેરાઈ જઈ વકીલ ટી-શર્ટનો કાઠલો પકડી, બેફામ ગાળો કાઢી, ઝપાઝપી કરી મુંઢ ઈજા પહોચાડી, જાતી અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને  વકીલે સ્થાનિક પોલીસ દફતરમાં અરજી કરી હતી. જેની તપાસ બાદ આ બનાવ અંગે આરોપી સામે ફરિયાદ નોંધી લેવાઈ છે.

NO COMMENTS