દુષ્કર્મ : જામનગરની સગીરા પર રાજકોટ અને ખંભાલીયાની યુવતી પર સુરતમાં બળાત્કાર

0
930

જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની યુવતી અને સગીરા પર બળાત્કાર થયાની બે ફરીયાદ સામે આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાની એક યુવતી પર નોકરીના બહાને સુરતમાં હીરાના વેપારીએ અને જામનગરની સગીરા પર જામજોધપુર પંથકના યુવાને રાજકોટમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામેં આવ્યું છે.

જામનગર જીલ્લાના જામજોધપુરમાં રહેતા મનીષ ધીરૂભાઇ કારેણા નામના શખ્સે જામનગરમાં કેટરીંગનો વ્યવસાય કરતા એક આસામી સાથે કામમાં જોડાયા હતો. કેટરીંગના વ્યવસાય દરમ્યાન મનીષને તેની જ સાથે કામ કરતી 16 વર્ષીય સગીરા સાથે પરિચય થયો હતો. દરમ્યાન આ શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી તાજેતરમાં અપહરણ કર્યુ હતું. આરોપી સગીરાને લઇ જામજોધપુર પંથકમાં વાડીએ તેમજ રાજકોટ લઇ ગયો હતો. જયાં આરોપીએ તેણી સાથે ત્રણ વખત શરીર સંબંધો બાંધ્યા હતા. આ બનાવ અંગે સગીરાની માતાએ પ્રથમ આરોપી સામે જામજોધપુર પોલીસ મથકમાં અપહરણનો ગુન્હો નોંધયા બાદ સગીરાની તબીબી ચકાસણી બાદ બળાત્કારની કલમનો ઉમેરો કરાવ્યો હતો. પોલીસે આરોપી સામે અપહરણ, બળાત્કાર અને પોકસો તથા એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધી હતી. દરમ્યાન આ બનાવ અંગે એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડયો હતો. પોલીસે આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરી છે. વધુ પુછપરછ કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.

જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે રહેતી એક યુવતી નોકરી માટે સુરત ખાતે ગઈ હતી. જ્યાં તેણીની પોતાની બહેનપણીને ત્યાં રોકાઈ હતી ત્યારબાદ બંને બહેનપણીઓ વરાછા મીનીબજારમાં ડાયમંડ વર્લ્ડમાં આવેલ એક પેઢીના હીરા વેપારી વસંત પટેલને કારખાને મળવા ગઈ હતી. જ્યાં વેપારીએ  બહેણપણીઓને ઘેનવાળું કોલ્ડડ્રિંક્સ પીવડાવી ખંભાલીયાની યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ભાનમાં આવી ત્યારે ખંભાલીયાની યુવતી સામે સુરતની તેની બહેનપણી અને વેપારી બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. ખંભાલીયાની યુવતીએ પોતાની હાલત જોઈ પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ બંને બહેનપણીઓ વરાછા પોલીસ દફતર પહોચી હતી અને હીરાના વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે વેપારીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here