મેઘપર: બે કિલો ગાંજો સુરતના શખ્સ પાસેથી ખરીદાયો હતો

0
516

જામનગર એસઓજીએ લાલપુર તાલુકાના તાલુકાના મેસપર ગામે દરોડો પાડી કલ્પેશ જાડેજાની ઓરડીમાં રહેતા એક પરપ્રાંતીય શખ્સને બે કિલો ગાંજા સાથે પકડી પાડયો છે. બે એપલના ફોન સહિત દોઢ લાખની કિંમતના ત્રણ મોબાઈલ સાથે પકડાયેલ આરોપી દ્વારા સુરતથી ગાંજો ખરીદ કરવામાં આવ્યો છે અને જોગવડ ગામે રહેતા એક આરોપીએ રૂપિયા 50000 આપી ખેપ મારવા મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સુરત અને જોગવડના બંને શખ્સોને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી

લાલપુર તાલુકાના મેઘપર ગામે કલ્પેશ જાડેજાની ઓરડીમાં રહેતો પ્રેમચંદ બ્રીજનાથ ચૌહાણ નામનો ઉત્તર પ્રદેશ રાજ્યના આજમગઢ જિલ્લાનો શખ્સ ગાંજાનો ધંધો કરતો હોવાથી જામનગર એસઓજીને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે એસઓજીએ બે જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા સરકારી ક્લાર્ક ને સાથે રાખી ગઈકાલે દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન ઓરડીમાંથી પ્રેમચંદ ચૌહાણ નામનો શખ્સ મળી આવ્યો હતો.  ઓરડીની તલાસી લેતા પોલીસને ₹20,000ની કિંમતનો બે કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાનો જથ્થો જોગવડ ગામે રહેતા જગદીપસિંગ નામના રૂપિયા 50,000 આપી સુરત ખાતે રહેતા એક શખ્સ પાસે લેવા મોકલ્યો હોવાનું પ્રેમચંદ એ કબૂલ્યું હતું. જેથી પોલીસે સુરતના મહેશ અને જોગવડના જગદીશ નામના બંને શખ્સોને ફરાર જાહેર કરી ત્રણેય સામે એનડીપીએસ ધારાઓ મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે બંને આરોપીઓ સુધી પહોંચવા માટે પકડાયેલા શખ્સને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here