માવઠું : સરકાર વચનો આપી નિભાવવાનું ભૂલી જાય છે : પાલ આંબલીયા

0
672

જામનગર : મુખ્યમંત્રીએ આજે માવઠા બાબતે સહાયની કરેલી જાહેરાતને લઈને કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકાર પર તીખી પ્રતિક્રિયા આપી છે.

તેઓના મત મુજબ આ સરકાર માત્ર જાહેરાતો, નિવેદનો, આશ્વાસન આપવાની સરકાર છે. સરકાર લેખિતમાં ખાતરી આપી ને બદલી જાય છે. સરકાર પરિપત્ર કરીને બદલી જાય છે, 10 ઓગસ્ટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી હજુ ખેડૂતોને કાંઈ મળ્યું નથી. કલ્યાણપૂર, ધ્રોલ, રાણાવાવ, ગીર ગઢળા, બાબરા, સિહોર, વિજાપુર, નેત્રાંગ, વ્યારા, બારડોલી, કોટડા સાંગાણી, ગોંડલ, ધોરાજી, ભુજ, ગાંધીધામ, અંજાર તાલુકાના ખેડૂતો હજુ રાહ જોઈ રહ્યા છે, આ 16 તાલુકાના ખેડૂતો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ક્યારે મળે એની રાહ જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ નિયમોનુસાર એક મહિનામાં વળતર ચુકવવાની હોય છે, એ પહેલાં ખંભાળિયામાં 28.5 ઇંચ વરસાદ 48 કલાકમાં ખાબક્યો હતો. ખંભાળિયાના ખેડૂતો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળે એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, સરકાર જાહેરાતો કરી ને ભૂલી જાય છે, સરકાર ખેડૂતોને વચનો સિવાય ખરેખર કંઈ આપવા માંગતી હોય એવું લાગતું નથી. સરકારે ખરેખર કામ કરવું હોય તો વચનો પૂર્ણ કરી સાચી દિશામાં કામ કરવું જોઈએ એમ પાલ આંબલીયાએ મત દર્શાવ્યો છે.

NO COMMENTS