તમારા ઘરે આવતા અજાણ્યા માણસનો ભરોસો ન કરવો ,

0
615

જામનગરમાં એસટી ડેપો રોડ પર આવેલ હેમાલી એપાર્ટમેન્ટના બીજા માટે રહેતા એક વૃદ્ધાના ઘરમાં ઘૂસેલ શખશે છરી બતાવી, આઠ તોલા દાગીનાની લૂંટ ચલાવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ઘરનું વીજ મીટર ચેક કરવાનું છે એમ કહી ઘરમાં આવેલા લૂંટારુએ વૃદ્ધાના ગળે છરી રાખી દાગીનાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. લુટ ચલાવ્યા બાદ આરોપીએ વૃદ્ધાને રૂમમાં પૂરી નાસી ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. 30 થી 35 વર્ષની ઉંમર ધરાવતા શોધવા સીટી એ ડિવિઝન પોલીસ સહિત એલસીબી એસઓજી પોલીસનો સ્ટાફ જુદી જુદી ટીમ બનાવી કામે લાગ્યોહતો અને એલસીનીએ ગણતરીની કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. છે.

જામનગરમાં લૂંટની વધુ એક ઘટના સામે આવી છે તેની વિગત મુજબ એસટી ડેપો રોડ પર આવેલ ડોક્ટર કલ્પનાબેનના દવાખાના પાસેના હેમાલી એપાર્ટમેન્ટના બીજા માટે રહેતા વિજયા લક્ષ્મીબેન જનાર્દન કૃષ્ણભાઈ ઉવ 75 ગઈકાલે પોતાના ઘરે એકલા હતા ત્યારે ત્રણેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા ત્યારે 30 થી 35 વર્ષનો એક અજાણ્યો શખ્સ તેના ઘરે દરવાજો ખખડાવ્યો હતો. રેઇનકોટ અને મોઢે માસ્ક પહેરેલ સખસે દરવાજો ખોલતા જ વૃદ્ધાને કહ્યું હતું કે જીઈબીમાંથી આવું છું, મીટર ચેક કરવાનું છે. જેને લઈને વૃદ્ધાએ આ શખ્સને અંદર પ્રવેશ આપ્યો હતો.

દરમિયાન આરોપીએ અંદર આવતા જ છરી બતાવી દરવાજો બંધ કરાવી વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી કાંઈ કરે તે પૂર્વે જ હાથમાં રહેલ ચાર તોલા વજનની ચાર બંગડી અને ચાર તોલાનો એક સોનાનો ચેન મળી કુલ 8 તોલા દાગીના લૂંટી લઇ આરોપીએ વૃદ્ધાને રૂમમાં પૂરી દઈ, દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ ઘરમાંથી આરોપી નાસી ગયો હતો ₹અઢી લાખની કિંમતના આઠ તોલા દાગીનાની ચોરી થતા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. લૂટ ચલાવી નાસી છૂટેલા અજાણ્યા આરોપીની શોધખોળ માટે એલસીબી એસઓજી પોલીસ પર કામે લાગી છે પોલીસે એપાર્ટમેન્ટ આજુબાજુના સીસીટીવી ચેક કરી આરોપીની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતી

એલસીબી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને સર્વેન્સ ટેકનીકલ ટીમ તેમજ ખાનગી બાતમીદારોના સોર્સની મદદથી આરોપી સુધી પહોંચી હતી. આરોપી મયુર નરભેનાથ કંથરાઈ નામનો સામે આવ્યું છે. મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામનો અને હાલ જે તે ઘટના સ્થળ છે તે જ હેમાલી એપાર્ટમેન્ટના બીજા માળે રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચાર સોનાની બંગડી અને એક સોનાનો પેન્ડલ વાળો ચેન સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે. આ સમગ્ર મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપીની કાયદેસરની ધરપકડ કરી છે.

NO COMMENTS