જામનગર : વિધાનસભાની આઠ પેટા બેઠકોની ચૂંટણી પ્રક્રિયા શરુ થયા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સમયસર આવશે એવો આશાવાદ બંધાયો હતો પરંતુ આજે રાજ્યના ચુંટણી આયોગના સચિવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ માસ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે ત્રણ માસ બાદ પણ પરિસ્થિતિને જોઈ નિર્ણય કરાશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ સહિતની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થાય છે જેથી હાલ જીલ્લામાં ચૂંટણીઓના આયોજનોનો ધમધમાટ શરુ થયો છે. જો કે આજે રાજ્ય ચૂંટણી આયોગે આ ચુંટણી ત્રણ માસ એટલેકે આગામી ફેબ્રુઆરી બાદ યોજવા નિર્ણય લીધો છે. ત્યારે પણ રોગચાળાની સ્થિતિને ધ્યાને લઇ સમીક્ષા કરવામાં આવશે. આ પરિસ્થિતિમાં કદાચ મહાનગરપાલિકા અને જીલ્લા પંચાયતમાં વહીવટી સાસન આવવાની શક્યતાઓ વધુ પ્રબળ બની છે.