લીંબડી : ….ને કિરીટસિંહ ધ્રુશ્કે ધ્રુશ્કે રડી પડ્યા, આવું છે કારણ

0
1541

જામનગર અપડેટ્સ : આજે રાજ્યની આઠ બેઠકની પેટા ચુંટણીના પરિણામો ભાજપ તરફી રહ્યા છે. ભાજપાએ તમામ સ્તરે કોંગ્રેસને પરાસ્ત કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્વે જ ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. ત્યારે ડાંગ બાદ સૌથી મોટી સરસાઈથી જીત મેળવી લીંબડી બેઠક અંકે કરનાર કિરીટસિંહ રાણાએ જીત બાદ પણ પોતાની જીતને દુખ સાથે વણી લઇ કોઈ સરઘસ કે ઉજવણી નહી કરવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જોરશોરથી ખંભેખંબા મિલાવી લીમડી બેઠક પર પ્રચાર કરી પક્ષ માટે કામ કરનાર જીલ્લા યુવા ભાજપના ત્રણ હોદ્દેદારો પૈકી બે હોદ્દેદારોના બદ્રીનાથ ખાતે કાર અકસ્માતમાં મૃત્યુ  નીપજ્યા છે જયારે અન્ય એક યુવા હોદ્દેદારનો હજુ સુધી પતો લાગ્યો નથી. આ ઘટના બાદ સુરેન્દ્રનગર જીલ્લા ભાજપમાં શોકનું મોજું બરકરાર છે ત્યારે આજે આવેલ પરીણામ વખતે ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાને ત્રણેય કાર્યકરોની યાદ આવી જતા કાઉન્ટીગ પરિશરમાં જ ઘ્રુશ્કે ધુશ્કે રડી પડ્યા હતા અને આ જીત યુવા કાર્યકરોની છે એમ કહી જીતની ઉજાણી નહિ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખની છે કે લીંબડી બેઠક પર રાણા આઠ વખત લડી ચુક્યા છે. બે વખત તેઓ રાજ્યના મંત્રી પણ રહી ચુક્યા છે. તેમના પિતાજી પણ આ જ બેઠકના ધારાસભ્ય રહી ચુક્યા છે.  ઉલ્લેખનીય છે કે લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાનો વિજય થયો છે. ભાજપના કિરીટસિંહ રાણાને ફુલ ૪૨ રાઉન્ડના અંતે 87747 મતો મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ચેતનભાઈ ખાચર ને ફૂલ ૪૨ રાઉન્ડના અંતે 56208 મતો મળ્યા છે અને કુલ 31539 મતો થી વિજય થયો

કિરીટસિંહ રાણાની રાજકીય સફર

  • કિરીટસિંહ રાણા નરેન્દ્ર મોદી સરકારમાં પશુપાલન મંત્રી રહી ચુક્યા છે.
  • 1995માં પેટા ચૂંટણીમાં જીતથી રાજકીય સફરની શરૂઆત કરી,
  • હાલ તેઓ આઠમી વખત ચૂંટણીના મેદાને હતા,
  • કિરીટસિંહ પાંચ વખત ચૂંટણી જીતી છે અને ત્રણ વખત હાર્યાં છે,
  • 1998માં જીત બાદ 2002માં હાર મળી હતી. જે બાદ 2007માં જીત્યા હતા અને 2012માં હાર મળી હતી,
  • 2013ની પેટા ચૂંટણીમાં તેઓએ જીત મેળવી હતી. જે બાદમાં 2017માં ફરીથી ચૂંટણી હારી ગયા હતા,
  • 1998થી એક સતત એક ચૂંટણી જીતે છે, એક હારે છે. તેમના પિતા જીતુભા રાણા બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

NO COMMENTS