જામનગર અપડેટ્સ : કચ્છના વ્યાપાર મથક ગાંધીધામ ખાતેથી આજે એક ચોકાવનારો વિડીઓ વાયરલ થયો છે, વાયરલ વિડીઓના પ્રસાર પ્રચાર માધ્યમોમાં આવેલ સમાચારને લઈને પોલીસ હરકતમાં આવી હતી અને જે તે સખ્સની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં બીયર નોનઆલ્કોહોલિક હોવાનું અને બમણા ભાવે વેચી પૈસા કમાવવા માંગતો હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે સોશ્યલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થયો છે. આ વિડીઓ કચ્છના ગાંધીધામનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડીઓમાં એક યુવાન હાથમાં બીયરના ટીન સાથે ભર બજારમાં બરાડા પાડી રહ્યો છે. લ્યો બીયર…બીયર ખાલી બસ્સો ખાલી બસ્સો….ઠંડો બીયર….આવી રાતે બુમો પાડી બીયર વેચતા યુવાન અંગે પ્રસાર પ્રચાર માધ્યમોમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા જેને લઈને પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે બુમો પાડી બીયર વેચનાર મુરલી ભાટિયા નામના સખ્સને પોલીસે આતરી લીધો હતો. આ સખ્સે ગાંધીધામના જ એક જનરલ સ્ટોરમાંથી નોન આલ્કોહોલિક બીયર ખરીદ્યો હોવાનું સામે આવ્યું હતું. રૂપિયા ૯૫માં ખરીદેલ બીયર બમણા ભાવ મેળવવા માટે બીયર લ્યો બીયર લ્યો એમ બોલતો હોવાનો ખોટો ડોળ કરી જેને ખબર ન પડે તે બીયર લઇ લેશે એમ વિચારી આવું કૃત્ય કર્યું હોવાનું સખ્સે પોલીસને જણાવ્યું હતું. પૈસા કમાવવા માટે આ સખ્સે બીયર બીયરનો બુમો પાડી હોવાનું જે ખરેખરે બીયર ન હોવાનુ પોલીસે જણાવ્યું છે. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડીઓને વધુ વાયરલ ન કરવા પણ પોલીસે આમ નાગરિકોને અપીલ કરી છે.