યુવરાજનું ‘ચિંતન’/ઓફીસમાં બેસી કામ કરતા કોંગ્રેસી નેતાઓ ધ્યાનમાં જ છે

0
1129

જામનગર : આગામી વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી ચુક્યા છે. ભાજપે એક વર્ષથી જોર શોરથી તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ પણ મેદાને આવ્યો છે. દ્વારકા ખાતે ગુજરાતમાં  સતા પરિવર્તન, ધારણાઓ અને કામયાબી માટે આજે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી દ્વારકા આવ્યા છે. ચિંતન શિબિરના બીજા દિવસે તેઓએ નેતાઓને સબોધન કરી એકત્ર થવાની હાકલ કરી છે. સાથે સાથે ઓફીસમાં બેસી કામ કરતા નેતાઓ પોતાના ધ્યાનમાં જ હોવાનું અને આવા નેતાઓનું પેકેજ બનાવી ભાજપના હાથમાં સોંપી દેવાની ટકોર કરી હતી. મીડિયા પર કટાક્ષ કરી બીજેપી તરફે હોવાનું અને કોંગ્રેસનું ખરાબ રીપોર્ટીંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આજે જામનગર સુધી પ્લેનમાં આવ્યા બાદ જામનગરથી હેલીકોપટરમાં દ્વારકા પહોચ્યા હતા. દ્વારકા ખાતે ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી ધ્વજાજી ચડાવી હતી. ત્યારબાદ તે ચિંતન શિબિરમાં પહોચ્યા હતા. જ્યાં રાજયના કોંગ્રેસી નેતાઓને સંબોધન કરી આગામી વિધાનસભા સર કરવા આહ્વાન કર્યું હતું. સાથે સાથે કેન્દ્ર અને રાજય સરકારની ઝાટકણી કાઢી હતી. સીબીઆઈ, ઈડી, અને મીડિયા આ ત્રણેય સતા પક્ષના ઇશારે કામ કરે છે એમ કહી મીડિયા માત્ર બીજેપી તરફે જ હોવાનું અને કોંગ્રેસનું ખરાબ જ દેખાડતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તો સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. બીજી તરફ તમામ લોકો ભાજપાથી ત્રસ્ત થઇ ગયા છે. જીએસટીએ વેપાર ધંધા પર માઠી અસર જન્માવી છે. એમ કહી કોગ્રેસમાં રહેણી ઉણપ વિષે પણ ધ્યાન દોર્યું હતું.

કોંગ્રેસમાં અમુક નેતાઓ એસીમાં બેસી કામ કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આવા નેતાઓ મારા ધ્યાનમાં જ છે અને ટૂંક સમયમાં આવા નેતાઓ પાર્ટીમાંથી સાઈડ લાઈન થઇ જશે એમ સ્પષ્ટતા કરી હતી. જે નેતાઓ સુધરશે નહી તેઓનું પેકેજ તૈયાર કરી ભાજપમાં ધક્કો મારી દેશું એમ ઉમેર્યું હતું. સાથે સાથે આગામી વિધાન સભા પૂરી તાકાત લગાવી જીતી લેવા ભાર  મુક્યો હતો.પોતાનું વક્તવ્ય પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ રાજ્યના નેતાઓ સાથે બંધ બારણે બેઠક પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here