જમીન રી-સર્વે: ચાર વર્ષ પૂર્વે સરકારે અરજીઓનો 90 દિવસમાં નિકાલ કરવાનો આદેશ કર્યો હતો પણ અફસોસ….

0
303

જમીન પ્રમોલ્ગેશન અને રી સર્વે કામગીરી પ્રોજેક્ટ રાજ્ય સરકાર માટે કોયડો બની ગયો છે. આ પ્રોજેક્ટમાં મોટાભાગનું કામ કાગળ પર અને ઓફિસમાં બેસીને કરવામાં આવ્યું હોવાની ફરિયાદો વચ્ચે સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઇ છે. આ પ્રોજેક્ટ પરત ખેંચી શકાય એમ નથી અને વાંધાઓ સામે કોઈ સુદ્રઢ ઉકેલ પણ સુજતો નથી. સરકાર વારેવારે જીલ્લાઓને રી સર્વે અરજીઓના નિકાલની કડકાઈથી અમલવારી કરવા સૂચનાઓ આપે છે પણ કામગીરી માત્ર કાગળ પર જ રહે છે. જામનગર જીલ્લામાં હજુ હજારો અરજીઓ પેન્ડીગ છે. વર્ષ ૨૦૨૦માં સેટલમેન્ટ કમિશ્નર જમીન દફતર નિયામક દ્વારા બહાર પડાયેલ પરિપત્રમાં રી સર્વેની પેન્ડીગ કામગીરી 90 દિવસમાં જ પૂર્ણ કરવાનો કડકાઈથી આદેશ કરાયો હતો . જેમાં મુખ્યમંત્રીની સુચનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ આ પરિપત્રના ચાર વર્ષ બાદ પણ હકીકત એ છે કે વર્તમાન સમયમાં એક માત્ર જામનગર જીલ્લામાં હજારો અરજીઓ હજુ પણ પેન્ડીંગ છે. વર્ષ ૨૦૨૦માં સેટલમેન્ટ કમિશ્નર દ્વારા જાહેર જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે પત્રમાં જે વિગતો ટાંકવામાં આવી હતી તે અક્ષરસઃ અહી પ્રસ્તુત છે. જે નીચે મુજબ છે.

રાજયમાં ચાલતી ખેતીની જમીનની રી સરવે કામગીરીમાં રેકર્ડ પ્રમોલગેશન થયા બાદ ખાતેદારો તરફથી ક્ષેત્રફળ સહીત જુદી જુદી બાબતો માટે મોટા પ્રમાણમાં વાંધાઓ મળેલાં જે સુધારવા અંગે સંદર્ભ વાળા પરિપત્રોથી નાયબ નિયામક જમીન દફતર અને સુપરિન્ટેન્ડેન્ટ જમીન રેકર્ડને જરૂરી કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે, સદર પરિપત્રો જાહેર થયા પછી હજુ પણ આ બાબતે કાર્યવાહી ન થવાને કારણે અરજદારો દ્વારા મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ કક્ષાએ પણ અરજીઓ કરેલ છે અને અત્રેની કચેરીએ પણ સીધી રજુઆત કરતા હોય છે,  હાલમાં પ્રમોલગેશન પછીના વાંધા નિકાલની કામગીરી ચાલુ છે. જો કે હજુ પણ કામગીરીમાં એકસુત્રતા જળવાતી નથી અને સંતોષકારક ઝડપથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહેલ નથી.  

વિધાનસભા ગૃહમાં ચર્ચાયેલ પ્રશ્ન પરત્વે જે ગામોમાં પ્રમોલગેશન કામગીરી પુર્ણ થયેલ છે તે ગામોમાં મળેલ પ્રમોલગેશન પછીના વાંધા નિકાલ માટે વર્ષ ૨૦૨૦માં મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમે આપેલ સુચનાઓનું ચુસ્ત પણે અમલવારી કરવા જણાવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના પરિપત્રમાં દર્શાવેલ મુદ્દાઓ પ્રમાણે (૧) રાજ્યના જે ગામોમાં રી સરવેમાં માપણી કામગીરી થયેલ છે અને પ્રમોલગેશન બાદ વાંધા અરજીઓ મોટા પ્રમાણમાં મળેલ છે તેવી અરજીઓનો વાંધા રજીસ્ટરમાં ક્રમાનુસાર નોંધી નીચે મુજબ ક્રમાનુસાર નિકાલ કરવાનો રહેશે. (૨) ૯૦ દિવસ ઉપરની વાંધા અરજી નિકાલ માટે બાકી ન રહે તે રીતે કામગીરી નું આયોજન કરવું. (૩) જે ગામની મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ હોય અને સમયમર્યાદામાં અને ગામના અરજદારોની તમામ અરજીઓનો નિકાલ થાય તે રીતે તે ગામની એક સાથે વાંધા અરજી લઇ નિકાલ કરવો. (૪) એકજ અરજદારની બે થી વધારે અરજીઓ હોયતો તે અરજીઓ નો એક સાથે નિકાલ કરવો અને એક જ ગામની અરજી હોય ત્યારે ક્રમ ફેરફાર કરી આપી શકાશે .  (૫) ડી.આઇ.એલ.આર.કચેરીએ દુરસ્તી તથા હક્ક પત્રકે નોંધ પાડવા અંગે એસ.એલ.આર. કચેરીમાંથી અસલ પ્રકરણ આવેથી તે જ દિવસે દુરસ્તી કરવી અને દિન-૨ માં કે.જે.પી.ની હક્ક પત્રકે નોંધ પાડવી અને કે.જે.પી.એસ,આર. રજીસ્ટરમાં તેની નોંધ કરવી જેની એક નકલ ઇ ધરા કેંદ્રમાં મોકલવી. આ કાર્યવાહીની જાણ સંબંધિતોને થાય તે માટે નીચે મુજબ કાર્યવાહી કરવાની રહેશે. (૬) માપણી થયા બાદ તેની દફતરી કરી ક્રમાનુસાર જ સત્વરે હુકમ માટે મોકલવી. (૭) હુકમ થઇ આવ્યે તેનુ કે.જે.પી. તૈયાર કરી સમય મર્યાદામાં નોંધ પણ કરવી.

આમ,રી સરવેની વાંધા નિકાલની અરજીઓમાં માપણી, દુરસ્તી અને કે.જે.પીનો ક્રમાનુસાર અને ૯૦ દિવસમાં થાય તે સુનિશ્ચિત જીલ્લા કક્ષાએ કરવાનું રહેશે. ઉપર મુજબનો સરકારનો પરિપત્રની અમલવારી થઇ હોય તો આજે કદાચ જામનગર જીલ્લામાં વર્તમાન સમયમાં હજારો અરજીઓ પેન્ડીંગ ન રહી હોત !!!!!

NO COMMENTS