જામનગર: લાલપુર તાલુકાના ખાયડી ગામે ગોવાણા ચોકડી પાસે જામનગર જિલ્લા સહિતો સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાં વસતા સમસ્ત ગાગીયા (આહીર પરિવાર) દ્વારા યોજાનાર ઐતિહાસિક સામૂહિક લોટી ઉત્સવ પ્રસંગની તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં છે. ભોજન સમારંભથી માંડી મંડપ સર્વિસ, લાઈવ ડેકોરેશન અને સ્ટેજ તેમજ યજ્ઞ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગાગીયા પરિવારના યુવા અગ્રણી બિલ્ડર ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ ભાઈ) , જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કેબી ગાગીયા, ઉદ્યોગકાર રાજુભાઈ ગાગિયા અને તેની ટીમ તેમજ સમસ્ત ગાગીયા પરિવારના યુવાનો, વડીલો, માતાઓ બહેનો દ્વારા આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે અને ઉત્સાહથી અને અનેરા ધાર્મિક વાતાવરણ વચ્ચે ઐતિહાસિક ધાર્મિક પ્રસંગની ભાવસભર પૂર્ણહિતી થાય તે માટે તમામ ગાગીયા પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
પ્રથમ ઐતીહાસિક ધાર્મિક ઘટના
હિન્દુ સંસ્કૃતિમાં લોટી ઉત્સવનું અનેરુ મહત્વ રહેલું છે. એમાંય ખાસ સૌરાષ્ટ્રમાં લોટી ઉત્સવ એટલે ઘરે પ્રભુ પધાર્યા હોય તેવો માહોલ સર્જાતો હોય છે. જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક આવો જ ઉત્સવ યોજાવવા જઈ રહ્યો છે કે જે ઐતિહાસિક બની જશે, કારણ કે ગાગીયા પરિવારના તમામ કુટુંબીજનો દ્વારા સામૂહિક લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ અઢીસો ઉપરાંત લોટીઓ એક જ સમિયાણાં માં ખોલી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ જે દિવસના ઇતિહાસની સૌથી મોટી ધાર્મિક પ્રસંગ બની રહેશે, આ પ્રસંગની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશમાં વસતા ગાગીયા પરિવારના તમામ કુટુંબીજનોને આ ઉત્સવમાં જોડાવા સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કેવી છે સામુહિક લોટી ઉત્સવની રૂપરેખા
શ્રી ગેલકૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત ગાગીયા પરિવાર લોટી ઉત્સવમાં સમગ્ર વિશ્વમાં વસતા 1700 થી વધુ ગાગીયા કુટુંબીજનો-પરિવારજનો આ ઉત્સવમાં ઉત્સાહથી સહભાગી બનશે. આગામી તારીખ 1/6/2024 ના રોજ હનુમાન મંદિર ગોવાણા ચોકડી, ખાયડી, લાલપુર ,જીલ્લો જામનગર ખાતે આ લોટી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની રૂપરેખા ની વાત કરવામાં આવે તો વહેલી સવારે 8:00 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે જ્યારે બપોરે ત્રણ કલાકે આ યજ્ઞની તૃણાહુતિ કરવામાં આવશે ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે સામાજિક અને આરોગ્ય લક્ષી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે ત્રણથી સાંજના સાત વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બપોરે પાંચ થી રાત્રે 8 કલાક સુધી મહારાષ્ટ્ર પણ યોજાશે સાથે સાથે છ વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી લગભગ 1.5 લાખ જેટલા ભાવિકો ભોજન પ્રસાદ લેશે ત્યારબાદ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી સંત સભા સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અંતે રાત્રે 9:00 થી સવાર સુધી ભાયાવદરની પ્રખ્યાત કાનગોપી મંડળી દ્વારા કીર્તન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે
બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામશે લોટી ઉત્સવ
આ કાર્યક્રમમાં સંતો મહંતો અને જગ્યા પરિવારના અગ્રણીઓ સહિત સમગ્ર ગાગીયા પરિવાર હાજર રહેશે તો પરમ પૂજ્ય મહાદેવ પ્રસાદ મહેતા સવિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાંત મહંત શ્રી ભરતદાસ ગુરુદાસ, મેરામણભાઇ દેવાતભાઈ ગાગીયા, ગેલ માતાજીના ભુવા હેમંતભાઈ ગાગીયા તેમજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવાયતભાઈ પરબતભાઈ ગાગીયા સહિત સમસ્ત ગાગીયા પરિવારજન હાજર રહેશે. આ સામૂહિક લોટી ઉત્સવની ખાસિયત એ છે કે, અઢીસો લોટી એક જ સ્થળે એક જ સમીયાણામાં ખુલશે એવો પ્રસંગ ઇતિહાસમાં પ્રથમ વાર બની રહ્યો છે. આ પ્રસંગ ઇતિહાસ બની જાય તે માટે રેકોર્ડ બુકમાં પણ સ્થાન પામશે.
ગાગિયા પરિવારના ભામાશાઓનો ભગીરથ સહયોગ
હાલ આ કાર્યક્રમને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે આ કાર્યક્રમ વિધિવત રીતે પર પાડવામાં આવશે. દોઢ લાખ ઉપરાંત ગાગીયા (આહીર) પરિવાર જનોની ઉપસ્થિત રહશે. આ કાર્યક્રમમાં ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે ભોજન પ્રસાદના દાતા એવા સેવાભાવી અને આહીર સમાજના અગ્રણી બિલ્ડર ભાવેશ ગાગીયા (બાદશાહભાઈ ) દ્વારા ભગીરથ સેવા કાર્ય કરવામાં આવશે. જ્યારે મંડપના દાતા તરીકે અરજણભાઈ રામભાઈ ગાગીયા (મોડપર) સાઉન્ડના દાતા તરીકે જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ કે બી ગાગીયા અને લાઈટ ડેકોરેશનના દાતા દેવાભાઈ પરબતભાઈ ગાગીયા સેવા આપશે.