લાલપુર: પત્ની મેલી વિધા કરતી હોવાના વહેમ સાથે પતી છરી સાથે તૂટી પડ્યો

0
1286

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામે યમ બનેલ પતિએ પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કરી બંનેની હત્યા નીપજાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. પત્ની મેલી વિદ્યા કરતી હોવાના વહેમથી પતીએ છરી વડે હુમલો કરી ગળું કાપી નાખી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે હાજર તેના પુત્રએ વચ્ચે પડતા પિતાએ પુત્રને પણ ગળાના ભાગે છરીનો પ્રહાર કરી ઇહો પહોચાડી છે. માતા પુત્રને ગઈ કાલે બપોર બાદ જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં માતાની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. રાત થતા જ પતીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને પણ જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે પતી સામે હત્યા પ્રયાસ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે.  

જીલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ,  લાલપુરના નવી પીપર ગામના પાટીયા પાસે રહેતા તુલસીભાઈ નારણભાઇ સોલંકી નામના શખ્સે ગઈકાલે સવારે પોતાની પત્ની સોનીબેન પર ધારદાર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, અને ગળા ના ભાગે છરકા કર્યા હતા. આ વેળાએ તેનો પુત્ર હરેશ (૧૧ વર્ષ) બચાવવા માટે વચ્ચે પડતાં તેનું પણ ગળું કાપ્યું હતું, જેથી માતા પુત્ર બંનેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જામનગર ની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાં પત્નીને ગળા ના ભાગે ૨૫ ટાંકા લેવા પડ્યા છે, જ્યારે પુત્રને ૧૨ ટાંકા લેવા પડ્યા હતા. જયારે પોતે પણ આપઘાત નો પ્રયાસ કર્યો હોવાથી તેને પણ લાલપુર ની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. લાલપુરથી વધુ સારવાર માટે આરોપીને જામનગર ખસેડવામાં આવ્યો છે.  જેની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોચ્યો હતો અને આરોપીને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે ત્યાં પોલીસે પહેરો લગાવ્યો છે. હાલ આરોપીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ઇજાગ્રસ્ત સોનીબેનનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણીએ પોતાના ઉપર મેંલી વિદ્યા કરે છે, તેવી પતિ શંકા કરતો હોવાથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સોનીબેનની ફરિયાદના આધારે તેના પતિ સામે હત્યા પ્રયાસ અંગેની કલમ ૩૦૭ તથા અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

NO COMMENTS