લાલપુર પુર હોનારત : વૃધ્ધાનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો

0
698

જામનગર : જીલ્લાના લાલપુર પંથકમાં ગત તા. ૧૧મીનાં રોજ બપોરે નાના ખડબા અને રીંજપર ગામ પાસેના કોઝ બે પરથી પસાર થતી એક કાર પુરમાં ફસાઈ ગઈ હતી અને અર્થ રસ્તે બંધ પડી ગઈ હતી. જેને લઈને કાર ચાલક સાજણભાઈ બારિયા, તેમના માતા કવિબેન અને સાજણભાઈના પત્ની કાર નીચે ઉતરી કોઝ વે બહાર નીકળવા આગળ વધ્યા હતા ત્યાં જ વૃદ્ધ મહિલા લપસી જતા પૂરમાં તણાઈ ઘસમસતા પાણીમાં ભળી ગયા હતા. દરમિયાન પુત્ર સાજણભાઈ તેઓને બચાવવા પૂરમાં પડ્યા હતા અને બંને પૂરમાં ગુમ થઇ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને લોકોએ તાત્કાલિક બચાવકાર્ય હાથ ધર્યું હતું જો કે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો જોકે તેઓના માતા કવિબેનનો મૃદેહ હાથ લાગ્યો ન હતો. જેને લઈને ગઈ કાલે પણ તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરતું મૃતદેહ મળ્યો ન હતો. આજે ફરી શોધખોળ શરુ કરવામાં આવી હતી અને તેણીનો મૃતદેહ એક ભેખડમાં ફસાયેલ હાલતમાં મળી આવ્યો હતો. મૂળ જામજોધપુરનો આહીર પરિવાર હાલ માણાવદર રહે છે. ત્રણ દિવસ પૂર્વે યુવાન પુત્રની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ વધુ એક સ્વજનની અંતિમ યાત્રા કાઢી હતી આ બનાવને લઈને પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

NO COMMENTS