લાલપુર: વારસાઈ જમીન માટે મામા-ફુઈના દીકરાઓ સામસામે આવી ગયા

0
1343

લાલપુર તાલુકાના ૨૫ કિમી દુર આવેલ અપીયા ગામે વારસાઈ જમીન ખેડવા બાબતે મામા-ફઈના દીકરાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો પોલીસ દફતર પહોચ્યો છે. પોતાના માતાની વારસાઈ જમીન ખેડતા મામાના દીકરાઓને સમજાવવા જતા ફુઈના દીકરાને ધમકીઓ આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


અપીયા ગામના ભીખાભાઇ નારણભાઇ આંબલીયાએ અપીયા ગામે જ રહેતા પોતાના જ મામાના દીકરાઓ ગોવીદભાઈ મારખીભાઈ નદાણીયા તથા પુનાભાઈ મારખઈભાઈ નદાણીયા અને અસ્વીનભાઈ ગોવીદભાઈ નદાણીયા સામે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં અપીયા ગામના કાળીધાર તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં આવેલ જમીન જોવા માટે ભીખાભાઈ ગયા હતા. ત્યારે તેના મામાના દીકારા આ જમીન ખેડતા હતા. તેઓને આ જમીન નહી ખેડવા કહેતા ત્રણેય ઉસ્કેરાઈ ગયા હતા અને ધાક ધમકીઓ આપી હતી. આ બનાવ બાદ ઘરે આવી ભીખાભાઈએ પરિવારને જાણ કરી ત્રણેય સામે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ જમીન ૬૦ વર્ષ પૂર્વે આરોપીઓના દાદા જીણાભાઈ અને વજસીભાઈએ ભીખાભાઈના માતા લીરીબેનને આપી હતી. આ જમીનમાં પોતાનો હક હોવાનું કહેતા ત્રણેય આરોપીઓએ ભીખાભાઈને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here