જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે આવેલ કોલેજના લેબ આસીસ્ટન્ટને કોજેલનો વર્ક લોંદ ઓછો કરવા કરેલ ઓવર ટાઈમ ભારે પડ્યો છે. બે દિવસ પૂર્વે જ રાત્રે કોલેજમા રોકાઈ ગયેલ આ કર્મચારીએ પોતાનું સવા લાખની કીમતનું બુલેટ ગુમાવવું પડ્યો છે. પાર્કિંગમા પાર્ક કરાયેલ બુલેટને કોઈ તસ્કરો હંકારી ગયા છે.
લાલપુરમાં દ્વારકાધિસ પાર્કમા રહેતા અને અહીની સરકારી વિનયન કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મૂળ મખીયાળાગામ તા જી જુનાગઢ વાળા કરણભાઈ વીનોદભાઈ ગજેરા નામના કર્મચારી ગઈ તા. ૦૭/૦૧/૨૦૨૧ના રોજ પોતાનું બુલેટ લઇ કોલેજ ગયા હતા. જો કે કોલેજમાં વર્ક ઘણું હોવાથી તે અહી રાત્રે રેસ્ટ રૂમમાં રોકાઈ ગયા હતા. દરમિયાન કોલેજના પાર્કિંગમાં પાર્ક કરેલ રૂપિયા ૧,૩૦,૦૦૦ની કીમતનું તેઓનું બુલેટ ગાયબ થઇ ગયું હતું. સવારથી સવાર સુધીના ગાળા દરમિયાન કોઈ તસ્કરો આ બુલેટ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. રોયલઈંફીલ્ડ {યુનીટ ઓફ આઈચર} કમ્પનીનુ બુલેટ મોટર સાઈકલ ચોરી થઇ જતા કોલેજ કર્મચારીએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અજાણ્યા સખ્સ સખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સ્થાનિક પીએસઆઈ ડી એસ વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.